ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેરે ડિજિટલ ક્ષેત્રે પણ કરી ક્રાંતિ, મળ્યો રાષ્ટ્રીયકક્ષાનો એવોર્ડ

સુરત મહાનગર પાલિકાને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના મિશન હેઠળ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. ઓપન ડેટા ચેમ્પિયન કેટેગરીમાં ઓપન ડેટા પોર્ટલની શરુઆત કરવા બદલ સુરત પાલિકાને આ એવોર્ડ નવી દિલ્હીમાં એનાયત કરવામાં આવ્યો છે. ઓપન ડેટા પોર્ટલની શરુઆત કરનારી દેશમાં પ્રથમ સુરત મહાનગર પાલિકા બની છે. ઈ-ગવર્નન્સમાં સુરત મહાનગર પાલિકાએ આ એવોર્ડ મેળવીને એક મોટું […]

ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેરે ડિજિટલ ક્ષેત્રે પણ કરી ક્રાંતિ, મળ્યો રાષ્ટ્રીયકક્ષાનો એવોર્ડ
Follow Us:
| Updated on: Feb 23, 2019 | 9:01 AM

સુરત મહાનગર પાલિકાને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના મિશન હેઠળ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. ઓપન ડેટા ચેમ્પિયન કેટેગરીમાં ઓપન ડેટા પોર્ટલની શરુઆત કરવા બદલ સુરત પાલિકાને આ એવોર્ડ નવી દિલ્હીમાં એનાયત કરવામાં આવ્યો છે.

ઓપન ડેટા પોર્ટલની શરુઆત કરનારી દેશમાં પ્રથમ સુરત મહાનગર પાલિકા બની છે. ઈ-ગવર્નન્સમાં સુરત મહાનગર પાલિકાએ આ એવોર્ડ મેળવીને એક મોટું સૂકાન હાંસિલ કર્યું છે. શુક્રવારના રોજ નવી દિલ્હી ખાતે સરકારે ડિજીટલ ઈન્ડિયા એવોર્ડની કેટેગરીમાં સુરતને ઓપન ડેટા ચેમ્પિયન કેટેગરીમાં સિલ્વર એવોર્ડ આપ્યો હતો. વિવિધ 8 કેટેગરીમાં દેશમાંથી 800થી વધારે અરજીઓ આવી હતી તેમાં સુરત મહાનગર પાલિકાએ ઓપન ડેટા કેટેગરીમાં પોતાની બાજી મારી છે. આ વિવિધ અરજીઓમાંથી પસંદગી આઈઆઈટી દિલ્હી દ્વારા પસંદગી કરાઈ હતી. ત્યારબાદ અલગ અલગ જ્યૂરી દ્વારા કેટેગરીમાં એવોર્ડ કોને આપવો તેની પસંદગી કરવામાં આવી હતી. આ પસંદગીમાં સુરત શહેરે બાજી મારી છે અને ઓપન ડેટા કેટેગરીમાં દેશમાં પ્રથમ ક્રમાંકે સ્થાન હાંસિલ કર્યું છે.

દેશના કાયદા અને ઈન્ફોર્મેશન અને ટેકેનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો તો સુરત મહાનગર પાલિકા તરફથી ડેપ્યુટી કમિશનર સી.વાય.ભટ્ટી, પાલિકાની આઈ.ટી.ટીમના દેવાંગ પટેલ અને જીગર પટેલે આ એવોર્ડને સ્વીકાર્યો હતો.

TV9 Gujarati

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

ઓપન ડેટાની મદદથી લોકોને વ્યવસ્થા તેમજ પાલિકાની કામગીરી અંગે સીધી જ માહિતી આપી શકાય છે. સુરત પાલિકામાં હાલ પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, વ્હીકલ ટેક્સ, જન્મ મરણ નોંધણી, લગ્નનું રજિસ્ટ્રેશન વગેરે માહિતી ઉપલ્બધ કરાવવામાં આવી રહી છે. આ વગેરે જનસુવિધાઓની નોંધ માહિતી અને પ્રસારણ મંત્રાલયે લીધી હતી અને આ કેટેગરીમાં સુરત મહાનગર પાલિકાને એવોર્ડ આપ્યો હતો.

[yop_poll id=1722]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">