સુરતના તબીબ સંકેત મહેતા આખરે કોરોના સામે જંગ જીત્યા, સારવાર બાદ માદરે વતન પરત ફર્યા

એકસમયે બીજા માટે જીવ જોખમમાં મૂકી દેનારા સુરતના તબીબ સંકેત મહેતાએ આખરે કોરોના સામેનો જંગ જીતી લીધો છે. અને, 96 દિવસ સુધી મોત સામે ઝઝુમી રહેલા સંકેત મહેતા સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા. મહત્વપૂર્ણ છેકે સંકેત મહેતાએ અન્ય દર્દીઓના જીવ બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવ્યો હતો. કોરોનાની સારવાર દરમિયાન પોતાનું ઓક્સિજન માસ્ક કાઢીને […]

સુરતના તબીબ સંકેત મહેતા આખરે કોરોના સામે જંગ જીત્યા, સારવાર બાદ માદરે વતન પરત ફર્યા
Follow Us:
| Updated on: Oct 31, 2020 | 3:44 PM

એકસમયે બીજા માટે જીવ જોખમમાં મૂકી દેનારા સુરતના તબીબ સંકેત મહેતાએ આખરે કોરોના સામેનો જંગ જીતી લીધો છે. અને, 96 દિવસ સુધી મોત સામે ઝઝુમી રહેલા સંકેત મહેતા સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા. મહત્વપૂર્ણ છેકે સંકેત મહેતાએ અન્ય દર્દીઓના જીવ બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવ્યો હતો.

કોરોનાની સારવાર દરમિયાન પોતાનું ઓક્સિજન માસ્ક કાઢીને દર્દીનો જીવ બચાવ્યો હતો. જેના પગલે સંકેત મહેતા સંક્રમિત થયા હતા. સંકેત મહેતાની તબિયત એટલી હદે બગડી ચૂકી હતી કે તેમના ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નઇ લઇ જવા પડ્યા હતા. અને, સારવાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થયો હતો. પરિવાર આ ખર્ચ ભોગવી શકે તેમ નહોતો. અને મહામારીમાં માનવતાના દર્શન થતા તબીબી જગત સંકેત મહેતાની મદદે આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

તો કોરોના વોરિયરની મદદ માટે રાજ્ય સરકારે પણ હાથ લંબાવ્યો હતો. જોકે આખીય દર્દનાક કહાનીનો આજે સુખદ અંત આવ્યો છે. અને સંકેત મહેતાએ કોરોનાને હરાવી દીધો છે. સંકેત મહેતા પાછલા 96 દિવસથી જીવન મરણ વચ્ચે ઝોલાઇ ખાઇ રહ્યા હતા. તો પાછલા 25 દિવસથી તેઓને વેન્ટિલેટર પર રખાયા હતા. જોકે હજારો લોકોની દુઆ અને તબીબોની ટીમની મહેનત રંગ લાવી. અને, સંકેત મહેતાને બચાવી લેવાયા છે.

આજે લાંબા સમય બાદ એકદમ સ્વસ્થ હાલતમાં સંકેત મહેતાને માદરે વતન પરત લાવવામાં આવ્યા છે. સંકેત મહેતા ઘરે પરત ફરતા જ તેમના પરિવારમાં આજે દિવાળી જેવો માહોલ છે. જોકે સંપૂર્ણ સ્વસ્થ થતા હજુ સંકેત મહેતાને 2 મહિનાનો સમય લાગશે. ત્યારે સંકેત મહેતાનું માનવું છે કે મજબૂત મનોબળે જ તેઓને કોરોના સામે જીત અપાવી છે.

વધુ જાણકારી માટે જુઓ આ વીડિયો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">