સુરતમાં ફોરેકસમાં ઈન્વેસ્ટ કરી અને મહિને સારા પૈસા કમાવાની લાલચ આપનારો ઠગ ઝડપાયો, લાખો રૂપિયાની છેતરપિંડી બહાર આવી

ફોરેકસમાં ઈન્વેસ્ટ કરી મહિને રૂ.30 થી 45,000 કમાવાનો મેસેજ મળ્યા બાદ વાપીના એક વ્યક્તિ સાથે વાત કરી રૂ.6 લાખનું રોકાણ કરનાર સુરતના ઉત્રાણના રત્ન કલાકારે નફો ઉપાડવા માટે પણ બીજા રૂ.3 લાખ ભર્યા હતા. પરંતુ તેમને બેમાંથી એકેય રકમ પરત નહીં મળતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે આ […]

સુરતમાં ફોરેકસમાં ઈન્વેસ્ટ કરી અને મહિને સારા પૈસા કમાવાની લાલચ આપનારો ઠગ ઝડપાયો, લાખો રૂપિયાની છેતરપિંડી બહાર આવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2020 | 7:06 PM

ફોરેકસમાં ઈન્વેસ્ટ કરી મહિને રૂ.30 થી 45,000 કમાવાનો મેસેજ મળ્યા બાદ વાપીના એક વ્યક્તિ સાથે વાત કરી રૂ.6 લાખનું રોકાણ કરનાર સુરતના ઉત્રાણના રત્ન કલાકારે નફો ઉપાડવા માટે પણ બીજા રૂ.3 લાખ ભર્યા હતા. પરંતુ તેમને બેમાંથી એકેય રકમ પરત નહીં મળતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે આ ગુનામાં ગતરોજ જૂનાગઢના યુવાનની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

મૂળ બોટાદના વતની અને સુરતમાં ઉત્રાણ વીઆઈપી સર્કલ અનમોલ હાઈટ્સ એફ/302 માં રહેતા 27 વર્ષીય રત્નકલાકાર શૈલેષભાઇ મનસુખભાઇ ઢોલને ગત 20 માર્ચના રોજ એક ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો. તેમાં લખ્યું હતું કે ફોરેક્ષમાં રૂ.1 લાખનું રોકાણ કરી મહિને રૂ.30 થી 45,000 કમાઓ. તેમાં આપેલા મોબાઈલ નંબર ઉપર શૈલેષભાઈએ વાત કરતા સામેથી વાપીના વિક્રાંત પટેલે ફોરેક્સ ટ્રેડીંગમાં રૂ.1 લાખ ઈન્વેસ્ટ કરો તો મહિને રૂ.25 થી 30,000 નફો થશે તેમ કહેતા શૈલેષે ડેમો જોવા વાત કરી તો વિક્રાંતે એની ડેસ્ક એપ ડાઉનલોડ કરાવી હતી. ડેમો જોયા બાદ શૈલેષભાઈએ રોકાણની ઈચ્છા વ્યક્ત કરતા વિક્રાંતે મિનિમમ રૂ.2 લાખનું રોકાણ કરવા કહ્યું હતું. પરંતુ શૈલેષભાઇ પાસે રૂ.1 લાખની જ સગવડ હોય વિક્રાંતે વ્હોટ્સએપ ઉપર એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લી. નો એકાઉન્ટ નંબર મોકલતા શૈલેષભાઈએ તેમાં 25 માર્ચના રોજ રૂ.1 લાખ ટ્રાન્સફર કરી પોતાના આધારકાર્ડ, પાનકાર્ડ, ઇમેઇલ, મોબાઈલ નંબર વિગેરેની વિગતો મોકલી હતી.બાદમાં વિક્રાંતે મેટાટ્રેડ એકાઉન્ટ ખોલવા મેટા ટ્રેડર 5 નામની એપ ડાઉનલોડ કરાવ્યા બાદ તેના લોગઈન આઈડી અને પાસવર્ડ આપતા તેમાં 1300 ડોલર ડિપોઝીટ હતા અને તેમાં 400 ડોલરનો પ્રોફિટ હતો.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

થોડા સમય બાદ વિક્રાંતે ફોન કરી શૈલેષભાઈને કહ્યું હતું કે કંપની તમને રૂ.5 લાખની ક્રેડિટ પ્રોવાઈડ કરે છે અને તેના પૈસા 200 થી 300 ટકા પ્રોફિટ જનરેટ થાય તો જ ચૂકવવાના છે. આથી શૈલેષભાઈએ રોકાણ કરાવતાં તેમનામાં 33,000 ડોલર પ્રોફિટ નજરે ચઢતો હતો. તે પ્રોફિટ વિડ્રો કરવા વિક્રાંતે રૂ.5 લાખ જમા કરાવ્યા હતા. પરંતુ તેના જણાવ્યા મુજબ 24 કલાકમાં પૈસા ન નીકળતા પૂછ્યું તો તેણે જે એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થવાના હતા તેમને ત્યાં ઇન્કમટેક્ષની રેઇડ પડતા એકાઉન્ટ સીઝડ કર્યું છે, જો તમારે વિડ્રો કરવું હોય તો 20 ટકા ફેડરલ ટેક્ષ પેટે રૂ.6,49,963 આપવા પડશે તેમ કહ્યું હતું. જોકે, શૈલેષભાઈએ રૂ.3 લાખની જ સગવડ છે તેમ કહેતા વિક્રાંતે તે રકમ ભરાવી હતી. જોકે, ત્યાર બાદ પણ પ્રોફિટની રકમ વિડ્રો ન થતા અને વિક્રાંતે વાયદા કરતા શૈલેષભાઈએ રૂ.9 લાખ પરત માંગ્યા હતા. પરંતુ વિક્રાંતે રકમ પાર્ટમા મોકલી આપીશ કહી બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.

આ અંગે શૈલેષભાઈએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી કરી હતી. તેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે વિક્રાંત વિરૂદ્ધ અઠવાડિયા અગાઉ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે આ ગુનામાં ગત મોડીરાત્રે જીતેન્દ્ર ઉર્ફે સન્ની હસમુખભાઇ જાગાણીની ધરપકડ કરી હતી. હાલ પોલીસ તેની પુછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ રીતે જ રોકાણ કરાવી છેતરપિંડી કરનાર વસીમ સુલતાન તૈલી ને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">