‘સુરક્ષા સો ટકા જાનહાની ઝીરો ટકા’ સુત્ર અપનાવી વરસાદી માહોલમાં અરવલ્લી જિલ્લા પોલીસે કરી સરાહનીય કામગીરી

અરવલ્લી જિલ્લામાં ચોમાસાનો માહોલ જાણે કે જામ્યો છે અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો અને સ્થાનિકોને રાહત સર્જાઈ છે. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા પણ વરસાદી માહોલમાં સાવચેતીના પગલા ભરીને લોકોને સુરક્ષીત રાખવા માટે એકશન પ્લાન ઘડી કાઢી અમલમાં મુકી ઉદાહરણીય કામગીરી કરી દર્શાવી છે. જે કામ ડીઝાસ્ટર અને સ્થાનિક પ્રશાસને કરવાની કામગીરીમાં પોલીસ પણ આગળ […]

'સુરક્ષા સો ટકા જાનહાની ઝીરો ટકા' સુત્ર અપનાવી વરસાદી માહોલમાં અરવલ્લી જિલ્લા પોલીસે કરી સરાહનીય કામગીરી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Aug 23, 2020 | 1:00 PM

અરવલ્લી જિલ્લામાં ચોમાસાનો માહોલ જાણે કે જામ્યો છે અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો અને સ્થાનિકોને રાહત સર્જાઈ છે. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા પણ વરસાદી માહોલમાં સાવચેતીના પગલા ભરીને લોકોને સુરક્ષીત રાખવા માટે એકશન પ્લાન ઘડી કાઢી અમલમાં મુકી ઉદાહરણીય કામગીરી કરી દર્શાવી છે. જે કામ ડીઝાસ્ટર અને સ્થાનિક પ્રશાસને કરવાની કામગીરીમાં પોલીસ પણ આગળ આવીને જોડાઈ ચુકી છે.

 Suraksha 100 taka janhani 0 taka sutra aapnavi varsadi mahol ma arvalli jila police e kari sarahniya kamgiri

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અરવલ્લી જિલ્લા પોલીસ વરસાદી માહોલને લઈને રવિવારના વરસાદી દિવસે ખડેપગે અનેક સ્થળે જોવા મળી હતી. વહેલી સવારથી જ જિલ્લા પોલીસના કંટ્રોલ રુમને મળતી વિવિધ જાણકારીને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટે અભ્યાસ કર્યો હતો કે આવા માહોલમાં સ્થાનિક લોકોને પોલીસ કેવી રીતે મદદરુપ થઈ શકે. રસ્તાઓ પર જો પાણીના વહેણ વહેવા લાગે કે નિચાણવાળા બેઠાઘાટના પુલ પરથી પાણીના ધસમસતા પ્રવાહ વહેતા હોય તો આવા સમયે ઘણીવાર વાહનચાલકો પણ સાહસ કરીને પોતાના કામના સ્થાને જવા કે ઘર કે ખેતર તરફ જવા પ્રયાસ કરતા હોય છે. આ પ્રકારે ધસમસતા પાણીના પ્રવાહમાં જોખમી વાહન હંકારવાએ વાહનચાલક માટે જોખમી પુરવાર થતુ હોવાને લઈને સાવચેતીના પગલા ભરવા માટે એસપી સંજય ખરાટે પ્રયાસ કર્યો હતો અને જેની સરાહના થવા લાગી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 Suraksha 100 taka janhani 0 taka sutra aapnavi varsadi mahol ma arvalli jila police e kari sarahniya kamgiri

જિલ્લાના તમામ પોલીસ મથકોના તમામ પોલીસ વાહનો સાથે એક એક ટીમની રચના કરીને વિસ્તારમાં નિચાણવાળા અને જોખમી રસ્તાઓની વિગતો એકઠી કરવા માટે આદેશ કરાયો હતો અને જે મુજબ એક સ્પેશિયલ બંદોબસ્ત સ્કીમ અમલમાં મુકી હતી. જેમાં તમામ પોલીસ વાહનોને અને જુદી જુદી પોલીસ ટીમોને નદી અને મોટા નાળાઓના નિચાણના રસ્તાઓ અને પાણી પસાર થતું હોય તેવા રસ્તાઓ પર બંદોબસ્ત પોઈન્ટ ફાળવવામાં આવ્યા હતા અને પોલીસે તેવા તમામ રસ્તાઓ પરથી વાહનચાલકો અને રાહદારીઓને સમજાવટ કરીને અટકાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક સરપંચ અને તંત્રના અધિકારીઓ અને ફાયર તેમજ તરવૈયાઓની સાથે પણ સંકલન કરી લેવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ‘સુરક્ષા સો ટકા, જાનહાની ઝીરો ટકા’ના સુત્રને પોલીસે અમલમાં મુક્યુ હતુ.

 Suraksha 100 taka janhani 0 taka sutra aapnavi varsadi mahol ma arvalli jila police e kari sarahniya kamgiri

અરવલ્લી એસપી સંજય ખરાટે વધુમાં જણાવ્યુ કે જે પ્રકારે જોખમી સ્થિતી સર્જાતી હોય છે, વરસાદી દિવસોમાં તે સ્થિતીને ટાળવા માટે પોલીસે પ્લાન ઘડી ફાયર અને તરવૈયા તેમજ સરપંચ અને તલાટી સહિત સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. દરેક કલાકે તમામ 25 બંદોબસ્ત પોઈન્ટ અને 22 પોલીસ વાહન ટીમો પાસે પોલીસ કંટ્રોલ રુમ મારફતે સતત માહિતી પણ મેળવી સુપરવિઝન પોતાની કક્ષાએ કરવામાં આવી રહ્યુ હતુ. પોલીસની આ પ્રકારની કામગીરીને જોઈને કેટલાક સ્થાનિક લોકો પણ પોલીસની મદદે પહોંચી આવ્યા હતા અને પોલીસની આ પ્રકારની પહેલને જોઈને નજીકમાં રહેલા રહેણાંક વિસ્તારો અને ગામના લોકોને પણ પોલીસના સંદેશાને પહોંચાડ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 Suraksha 100 taka janhani 0 taka sutra aapnavi varsadi mahol ma arvalli jila police e kari sarahniya kamgiri

લોકોને પોતાની સુરક્ષા વરસાદી માહોલમાં કેવી રીતે રાખવી તેવી શીખ પણ આ પરથી મેળવી હતી. જો જિલ્લા કક્ષાએ તંત્રના વિભાગ એકબીજાના પુરક તો હોય જ છે, પરંતુ સાથે જ જો બધા જ એકજુટ થઈને કામગીરી કરે તો મુશ્કેલીના સમયમાં પણ લોકોને રાહત અને સુરક્ષિતતા પ્રાપ્ત થતી હોય છે અને આવા દાખલા અનેકવાર લોકોએ જોયા હોય છે. કોરોનાકાળમાં પણ આજ પ્રકારની કામગીરી પણ અનેક જગ્યાએ જોવા મળી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">