સુંદર ત્વચા અને ભરાવદાર વાળ ઝંખતા હોવ તો આમળાનું કરો સેવન, ઈમ્યુનિટીથી લઈ ઈન્ફેક્શનમાં રહેશે મદદગાર

આમળા ખૂબ જ પૌષ્ટિક હોય છે. તે એન્ટીઓક્સીડેન્ટ હોવાના કારણે બ્યુટી પ્રોડક્ટમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. તેને ત્વચા અને વાળના નિખાર માટે આયુર્વેદિક દવા તરીકે પણ લેવામાં આવે છે. પાચનક્રિયામાં લાભ : બીજા ફળોની જેમ આમળામાં પણ ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે પાચનક્રિયાને વ્યવસ્થિત ચલાવવા માટે મદદરૂપ સાબિત થાય છે. એટલે આમળા પેટ […]

સુંદર ત્વચા અને ભરાવદાર વાળ ઝંખતા હોવ તો આમળાનું કરો સેવન, ઈમ્યુનિટીથી લઈ ઈન્ફેક્શનમાં રહેશે મદદગાર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:03 AM

આમળા ખૂબ જ પૌષ્ટિક હોય છે. તે એન્ટીઓક્સીડેન્ટ હોવાના કારણે બ્યુટી પ્રોડક્ટમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. તેને ત્વચા અને વાળના નિખાર માટે આયુર્વેદિક દવા તરીકે પણ લેવામાં આવે છે.

પાચનક્રિયામાં લાભ : બીજા ફળોની જેમ આમળામાં પણ ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે પાચનક્રિયાને વ્યવસ્થિત ચલાવવા માટે મદદરૂપ સાબિત થાય છે. એટલે આમળા પેટ સંબંધિત સમસ્યાને દૂર રાખે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ડાયાબીટીસ પર નિયંત્રણ : આમળામાં ક્રોમિયમ હોય છે, જે ડાયાબિટીસના ઈલાજમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ : વજન ઓછું કરવા માટે કાચા આમળા ખાઓ. તે ઉપરાંત આમળા પાઉડરને મધ અને હૂંફાળા પાણી સાથે પીઓ. થોડા દિવસમાં ફરક દેખાવા લાગશે.

માસિક નિયમિત રાખે : આમળામાં રહેલા મિનરલ્સ અને વિટામિન માસિક દરમ્યાન થતા દુઃખાવા અને માસિકને નિયમિત કરવામાં મદદ કરે છે. વિટામિન સી હોવાથી તે ઇમ્યુનિટી પણ વધારે છે.

હૃદય સંબંધિત સમસ્યાઓથી રાહત : આમળા પાઉડર માંસપેશીઓ મજબૂત કરે છે. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે.

યુરિન ઇન્ફેક્શનથી બચાવે, ભૂખ પણ વધારે : આમળા યુરિનની માત્રાને નિયંત્રિત કરે છે. ઇન્ફેક્શનથી બચાવે છે. ભોજન પહેલા માખણ, મધ સાથે આમળા પાઉડર મિક્સ કરીને ખાવાથી ભૂખ વધે છે.

લોહી સાફ કરે છે : આમળા પ્રાકૃતિક રીતે લોહીને સાફ કરે છે. જો ખીલની સમસ્યા હોય તો આમળાથી બનેલો ફેસપેક વાપરો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">