ડરવું જરૂરી છે ! ચૂંટણી આચાર સંહિતાના ભયે અપાવી દીધો રાજકોટની મોટી સમસ્યાનો ઉકેલ આપનારો પુલ, 24 ફેબ્રુઆરીએ થશે ઉદ્ઘાટન

રાજકોટવાસીઓ જેની 3 વર્ષથી રાહ જોતા હતા, તે દિવસ આવી ગયો છે. આગામી 24 ફેબ્રુઆરીએ રાજકોટના લોકોને મળશે એક નવો બ્રિજ. લોકસભા ચૂંટણી 2019 નજીક આવતાની સાથે જ રાજકોટ મહાનગર પાલિકા અને સત્તારૂઢ ભાજપ પડતર કામો ઝડપથી પૂર્ણ કરવામાં લાગી ગયા છે. એવું જ એક કામ પૂરું થયું છે રૈયા ચોકડી પરના ફ્લાયઓવર બ્રિજનું. આગામી […]

ડરવું જરૂરી છે ! ચૂંટણી આચાર સંહિતાના ભયે અપાવી દીધો રાજકોટની મોટી સમસ્યાનો ઉકેલ આપનારો પુલ, 24 ફેબ્રુઆરીએ થશે ઉદ્ઘાટન
Follow Us:
| Updated on: Feb 14, 2019 | 6:42 AM

રાજકોટવાસીઓ જેની 3 વર્ષથી રાહ જોતા હતા, તે દિવસ આવી ગયો છે. આગામી 24 ફેબ્રુઆરીએ રાજકોટના લોકોને મળશે એક નવો બ્રિજ.

લોકસભા ચૂંટણી 2019 નજીક આવતાની સાથે જ રાજકોટ મહાનગર પાલિકા અને સત્તારૂઢ ભાજપ પડતર કામો ઝડપથી પૂર્ણ કરવામાં લાગી ગયા છે. એવું જ એક કામ પૂરું થયું છે રૈયા ચોકડી પરના ફ્લાયઓવર બ્રિજનું. આગામી 24 ફેબ્રુઆરીએ આ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી રૈયા ચોકડી પરના બ્રિજનું ઉદ્ઘાટન કરશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

નોંધનીય છે કે રાજકોટમાં ભારે ટ્રાફિકથી BRTS રૂટ પર 150 ફુ રિંગ રોડ પર 2 ફ્લાયઓવર બ્રિજ બનાવવાની જાહેરાત 3 વર્ષ પહેલા મહાનગર પાલિકાએ કરી હતી. રાજ્ય સરકારના આર્થિક સહયોગથી આ બંને બ્રિજ બનાવવાના હતાં, પરંતુ લાંબા સમય સુધી આ કામ વિલંબમાં પડ્યુ રહ્યું અને લોકો ટ્રાફિકની સમસ્યાથી પીડાતા રહ્યાં.

હવે બે પૈકીના એક બ્રિજ એટલે કે રૈયા ચોકડી પરના ફ્લાયઓવર બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ મવડી ચોકડી પરના ફ્લાયઓવર બ્રિજનું કામ હજી પણ બાકી છે કે જેને પૂર્ણ થતા દોઢ માસનો સમય લાગવાની શક્યતા છે. મનપા શાસકો વિચારતા હતા કે બંને પુલોનું એક સાથે લોકાર્પણ કરવામાં આવે, પરંતુ દોઢ માસની રાહ જોવા જતા લોકસભા ચૂંટણીની આચાર સંહિતા નડી શકે છે એટલે જ હાલ રૈયા ચોકડી પરના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ 24 ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું.

[yop_poll id=1403]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">