બિન-સચિવાલય વર્ગ-3ની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે SITની તપાસ, CCTV ફૂટેજ સાચા છે!
બિન-સચિવાલય વર્ગ-3ની પરીક્ષામાં ગેરરિતીના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં હજારો ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. અને આંદોલનના કારણે સરકારે SITની રચના કરવી પડી હતી. આક્ષેપ કરનારા ઉમેદવારો અને કોંગ્રેસે CCTV ફૂટેજના વીડિયો જાહેર કર્યા હતા. સાથે આક્ષેપ કર્યો હતો કે, પેપર લીક થયું હતું. SITએ પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી અને સૂત્રોથી માહિતી […]
બિન-સચિવાલય વર્ગ-3ની પરીક્ષામાં ગેરરિતીના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં હજારો ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. અને આંદોલનના કારણે સરકારે SITની રચના કરવી પડી હતી. આક્ષેપ કરનારા ઉમેદવારો અને કોંગ્રેસે CCTV ફૂટેજના વીડિયો જાહેર કર્યા હતા. સાથે આક્ષેપ કર્યો હતો કે, પેપર લીક થયું હતું. SITએ પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી અને સૂત્રોથી માહિતી મળી છે કે, આ પુરાવા સાચા છે.
એફએસએલમાંથી મંગાવાયેલા ફોન ડેટાની આજે સમીક્ષા પણ કરાઈ હતી. કમિટી દ્વારા મુખ્યપ્રધાનને સોમવારે સોંપવામાં રિપોર્ટ આવશે. તો પરીક્ષા રદ કરવી કે નહિ તે નિર્ણય હવે મુખ્યપ્રધાન કરશે. સોમવારે 10 દિવસની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પરીક્ષા અંગે જાહેરાત થઈ શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો