VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા નર્મદાના નીરના વધામણાં સાથે પૂજાકાર્ય પણ સંપૂર્ણ કર્યું

PM મોદીએ પોતાના 69મા જન્મ દિવસનો અડધો દિવસ મા નર્મદાના ખોળામાં વિતાવ્યો છે. તેઓ ખાસ મા નર્મદાના વધામણાં કરવા માટે કેવડિયા કોલોની પહોંચ્યા હતા. મા નર્મદાના નીરના વધામણાં કર્યા અને સાથે પૂજાકાર્ય પણ કર્યું હતું. મંત્રો સાથે મા નર્મદાના નીરને વધામણાં કર્યા હતા. પોતાના જન્મ દિવસે કોઈ મોટી પાર્ટી રાખવાના બદલે પ્રકૃતિ સાથે રહેવાનું વડાપ્રધાને […]

VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા નર્મદાના નીરના વધામણાં સાથે પૂજાકાર્ય પણ સંપૂર્ણ કર્યું
Follow Us:
| Updated on: Sep 17, 2019 | 5:29 AM

PM મોદીએ પોતાના 69મા જન્મ દિવસનો અડધો દિવસ મા નર્મદાના ખોળામાં વિતાવ્યો છે. તેઓ ખાસ મા નર્મદાના વધામણાં કરવા માટે કેવડિયા કોલોની પહોંચ્યા હતા. મા નર્મદાના નીરના વધામણાં કર્યા અને સાથે પૂજાકાર્ય પણ કર્યું હતું. મંત્રો સાથે મા નર્મદાના નીરને વધામણાં કર્યા હતા. પોતાના જન્મ દિવસે કોઈ મોટી પાર્ટી રાખવાના બદલે પ્રકૃતિ સાથે રહેવાનું વડાપ્રધાને પસંદ કર્યું છે. આ દિવસે દેશભરમાંથી PM મોદીના સમર્થકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આ પણ વાંચોઃ જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન કેવડિયા કોલોની પહોંચ્યા, સફારી પાર્ક સહિતના પ્રોજેક્ટ્સનું કર્યું નિરીક્ષણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સાથે વડાપ્રધાને નર્મદા પ્રવાસ દરમિયાન વિવિધ પાર્કની મુલાકાતો લઈને નિરીક્ષણ કર્યું હતું. તેઓ સૌથી પહેલા જંગલ સફારી પાર્કમાં પહોંચ્યા હતા. જ્યાં આવેલા ડિયર પાર્કની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ બટરફ્લાય પાર્ક પહોંચ્યા હતા. જ્યાં તેમણે પતંગિયા ઉડાડીને જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ તેમણે કેક્ટસ પાર્કની મુલાકાત લીધી હતી. જુદા જુદા ચાર દ્રશ્યોમાં તમે પીએમ મોદીની વિવિધ પાર્કની મુલાકાતના દ્રશ્યો જોઈ શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">