રાજ્યના આ વિસ્તારમાં આગામી 2 દિવસમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજયના હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. આજથી 31મી મે સુધીમાં વાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નવસારી, જૂનાગઢ, અમરેલી સહિતના પંથકોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 1 જૂનથી 4 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં […]
રાજયના હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. આજથી 31મી મે સુધીમાં વાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નવસારી, જૂનાગઢ, અમરેલી સહિતના પંથકોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 1 જૂનથી 4 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા લો પ્રેશર સિસ્ટમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રીના આસપાસ હોવાથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો