ઉનાળા પહેલાં જ સરકારે શરૂ કર્યો પાણીનો કાપ, ખેડૂતોને સિંચાઈ માટે નહીં મળે પાણી, રાજ્યના ડેમોમાં માત્ર 10 ટકા જ પાણી

હજુ તો ઉનાળો શરૂ પણ નથી થયો ત્યાં તો રાજ્યમાં જળસંકટના ભણકારા વાગવા લાગ્યા છે. રાજ્યના 55 ટકા ડેમોમાં માંડ 10 ટકા પાણી બચ્યું છે. જેને કારણે પાણીની તંગીના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના 203 ડેમમાંથી 113 ડેમ ખાલી છે. તો કેટલાક ડેમો સુકાવાની તૈયારીમાં છે. આ પણ વાંચો : પાકિસ્તાન સુધરવાનું નામ નથી લેતું, […]

ઉનાળા પહેલાં જ સરકારે શરૂ કર્યો પાણીનો કાપ, ખેડૂતોને સિંચાઈ માટે નહીં મળે પાણી, રાજ્યના ડેમોમાં માત્ર 10 ટકા જ પાણી
Follow Us:
| Updated on: Mar 02, 2019 | 4:08 PM

હજુ તો ઉનાળો શરૂ પણ નથી થયો ત્યાં તો રાજ્યમાં જળસંકટના ભણકારા વાગવા લાગ્યા છે. રાજ્યના 55 ટકા ડેમોમાં માંડ 10 ટકા પાણી બચ્યું છે. જેને કારણે પાણીની તંગીના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના 203 ડેમમાંથી 113 ડેમ ખાલી છે. તો કેટલાક ડેમો સુકાવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો : પાકિસ્તાન સુધરવાનું નામ નથી લેતું, સરહદ પર શરૂ કરવામાં આવેલા ગોળીબારમાં 3 નાગરિકના મોત

હાલ આ જળાશયોમાં માંડ 10 ટકા પાણી છે. જ્યારે 65 ડેમોમાં 10 થી 50 ટકા જેટલું જ પાણી બચ્યું છે. જો કે, રાજ્યના લોકો માટે એ રાહતની વાત છે કે સરદાર સરોવર ડેમમાં વર્ષ 2018ની સરખામણીમાં આ વર્ષે 8.8 ટકા વધારે પાણી છે. સરદાર સરોવર ડેમમાં 9,460 MCM પાણીની ક્ષમતાની સામે 4.305 મિલિયન ક્યુબિક મીટર પાણી હતું.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સ્થિતિ ગંભીર છે કારણ કે આ વિસ્તારોમાં આવેલા ડેમો માત્ર 18 ટકા ભરેલા છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમોમાં માત્ર 56.39 ટકા પાણી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમો 8,624.78 એમસીએમ ક્ષમતાની સામે માત્ર 32.94 ટકા ભરેલા છે. બાલાસિનોર પાસે આવેલા વણાકબોરી ડેમમાં 90 ટકા પાણી છે, જ્યારે તપાર, હિરણ-1 અને ધોળીધજા ડેમ 80 ટકા ભરેલો છે. જ્યારે ધોલી ડેમ અને પિગટ ડેમ 70 થી 80 ટકા ભરેલો છે.

આ તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, સિંચાઈ માટે હવે પાણી નહિ આપવામાં આવે. વરસાદ ના આવે ત્યાં સુધી પાણીનો હવે કરકસરપુર્વક ઉપયોગ કરાશે. પીવાના પાણીની જરૂરિયાત મુદ્દે રજુઆત આવશે તો પાણી અપાશે. તેમજ રવિ સીઝનના પાક પ્રમાણે જરૂરી પાણી અપાઈ ગયું છે. રાજ્યના 4 કરોડ કરતાં વધારે નાગરિકો માટે પાણી સુરક્ષિત રખાયું હોવાનું નિવેદન કર્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">