સુરતીઓ માટે આવ્યા રાહતના સમાચાર, કોરોનાનો રિકવરી રેટ પહોંચ્યો 84 % પર

સુરત શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 20 હજારને પાર થઈ ગઇ છે. જુલાઈ મહિનાના અંત સુધીમાં કોરોનાના કેસોની સંખ્યા જે 300 સુધી પહોંચી હતી જે હવે ઓગષ્ટના અંત સુધી 200ની આસપાસ જ આવી રહ્યા છે. તેવી જ રીતે કોરોનાથી થઈ રહેલા મૃત્યુની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે. શહેરમાં કેસો ભલે ઘટી રહ્યા છે […]

સુરતીઓ માટે આવ્યા રાહતના સમાચાર, કોરોનાનો રિકવરી રેટ પહોંચ્યો 84 % પર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Aug 30, 2020 | 4:06 PM

સુરત શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 20 હજારને પાર થઈ ગઇ છે. જુલાઈ મહિનાના અંત સુધીમાં કોરોનાના કેસોની સંખ્યા જે 300 સુધી પહોંચી હતી જે હવે ઓગષ્ટના અંત સુધી 200ની આસપાસ જ આવી રહ્યા છે. તેવી જ રીતે કોરોનાથી થઈ રહેલા મૃત્યુની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે. શહેરમાં કેસો ભલે ઘટી રહ્યા છે પણ ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે. અત્યારસુધી 32,331 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. રાહતની વાત એ છે કે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલ 17,079 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે.

કોવિડ માટે(સિવિલ, સ્મીમેર અને 46 હોસ્પિટલ મળીને) કુલ ફાળવેલા બેડ 6777

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ખાલી બેડ 5365 ભરેલા બેડ 1400 79% બેડ ખાલી

જુલાઈમાં એક્ટિવ કેસની સંખ્યા 3737 હતી જ્યારે ઓગષ્ટમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2727 થઈ છે. જુલાઈની સરખામણીએ ઓગષ્ટમાં અંતિમ સંસ્કાર પણ 49% ઘટયા છે. સુરતમાં કોરોનાનો રિકવરી રેટ 84% પર પહોંચ્યો છે. તંત્રનું માનીએ તો દિવાળી સુધી આ જ સ્થિતિ રહેશે. સપ્ટેમ્બરના અંત સુધી કેસની સંખ્યા 100ની અંદર આવી જાય તેવી પણ સંભાવના છે. હાલ ભલે સ્થિતિ કંટ્રોલમાં લાગી રહી છે પણ બહારથી લોકો આવવાના કારણે સેકન્ડ પિક પણ આવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">