મોરબીની 150 કરતા વધારે ક્લોક ઈન્ડસ્ટ્રીઝે ચીનને કર્યા બાયબાય,આત્મનિર્ભર ભારત બનવા તરફ માંડ્યા ડગ,

મોરબીની 150 જેટલી ફેકટરીઓ સ્વનિર્ભર ભારત અભિયાન ને સાર્થક કરવા તરફ પ્રયાણ કરી રહી છે. ચાઇનામાં બનતા ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનીક આઇટમો અને પ્લાસ્ટીના રમકડાઓ મોરબી બનાવવા માટે સક્ષમ હોવાથી મોરબીમાં 150 થી વધુ કારખાનેદારોનું એક સમૂહ બનાવવામાં આવ્યું છે. ચાઇનાથી સસ્તી અને ગુણવત્તા વાળી આઈટમ બનાવવા માટે કારખાનેદારોનું સહકારી ધોરણે ગ્રુપ બનાવવામાં આવ્યું છે. ચાઇનાથી ડાયરેકટ […]

મોરબીની 150 કરતા વધારે ક્લોક ઈન્ડસ્ટ્રીઝે ચીનને કર્યા બાયબાય,આત્મનિર્ભર ભારત બનવા તરફ માંડ્યા ડગ,
http://tv9gujarati.in/morbi-ni-150-kar…araf-maandya-dag/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:32 PM

મોરબીની 150 જેટલી ફેકટરીઓ સ્વનિર્ભર ભારત અભિયાન ને સાર્થક કરવા તરફ પ્રયાણ કરી રહી છે. ચાઇનામાં બનતા ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનીક આઇટમો અને પ્લાસ્ટીના રમકડાઓ મોરબી બનાવવા માટે સક્ષમ હોવાથી મોરબીમાં 150 થી વધુ કારખાનેદારોનું એક સમૂહ બનાવવામાં આવ્યું છે. ચાઇનાથી સસ્તી અને ગુણવત્તા વાળી આઈટમ બનાવવા માટે કારખાનેદારોનું સહકારી ધોરણે ગ્રુપ બનાવવામાં આવ્યું છે. ચાઇનાથી ડાયરેકટ ફિનિશ પ્રોડક્ટ ઈમ્પોર્ટ કરવાના બદલે મોરબીના કારખાનેદારોનો સંપર્ક કરો તો ચાઇનાથી પણ સસ્તી અને સારી ક્વોલિટીની ચીજ વસ્તુઓ આપવાની મોરબીના કારખાનેદારો ખાત્રી આપી રહ્યા છે. વિશ્વના અનેક દેશોને ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનીક આઇટમો અને પ્લાસ્ટીકના રમકડાઓનું વેચાણ કરતા ચાઈના કરતા પણ સસ્તી અને વધુ સારી ક્વોલીટીની પ્રોડક્ટ મોરબીના કારખાનેદાર આપવાની ખાત્રી આપી રહ્યા છે.

મોરબીમાં નાની મોટી 150 જેટલી ઘડીયાળ બનાવતી ફેકટરીઓ આવેલી છે. દેશના વડાપ્રધાન એ દેશને આત્મનિર્ભર બનાવવાની હાકલ કરી છે ત્યારે આ તરફ એક કદમ માંડવા માટે મોરબીના 150 જેટલા ઘડિયાળના કારખાનેદારો ભેગા થયા છે. અજંતા ઓરેવા ગ્રુપના જયસુખભાઈ ના પ્રયાસથી મોરબીના 150 જેટલા કારખાનેદારો ભેગા થઇ ને એક સહકારી માળખું તૈયાર કર્યું છે. મોરબી ખાતે હાલમાં આ સંગઠનના કેટલાક સભ્યોની એક મીટીંગ યોજવામાં આવી હતી. મીટીંગ દરમિયાન તમામ કારખાનેદારો એ એક સૂરમાં ચાઈના માં બનતી  ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનીક અને પ્લાસ્ટીના રમકડાઓ ચાઈના કરતા પણ સસ્તા ભાવે અને સારી ગુણવતા વાળા આપવાની તૈયારી દર્શાવી છે. ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, ગુજરાત એ પણ પોતાનો સહયોગ આપ્યો છે અને તેમણે આ અંગે કહ્યું હતું કે મોરબી એ સૌથી માથાદીઠ આવક ધરાવતો જીલ્લો છે. મોરબીના ઘડિયાળ ઉદ્યોગ પાસે 25 હજાર જેટલા સ્કીલ ધરાવતા કામદારો છે. મેન્યુફેક્ચરિંગ અને ક્વોલીટીમાં મોરબીની માસ્ટરી છે. સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે, ઇલેક્ટ્રોનીક્સમાં આપણે 90 ટકા અન્ય દેશો પર આધાર રાખવો પડે છે. મોરબીમાં ઘડિયાળની ફેક્ટરી ધરાવતા રમેશભાઈ કહે છે કે, મારી પાસે મોલ્ડિંગ મશીન, સ્કીલ વર્કર, દરરોજ સાત થી આઠ હજાર પીસ બનાવવાની અને ત્રણ ચાર હજાર ટાઇમ પીસ બનાવવાની ક્ષમતા ધરાવીએ છીએ મોલ્ડિંગ, ઇલેક્ટ્રિક કે પ્લાસ્ટીકના કોઈ પાર્ટ બનાવવાનું આવે તો અમારી પાસે સ્કીલ સ્ટાફ, ઇન્ફાસ્ટ્રકચર, મશીનરી બધું જ અમે ધરાવીએ છીએ.

” મોરબી એ સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો જીલ્લો છે મોરબીના બધા ઘડિયાળના ઉદ્યોગકારોને ભેગા કરીને જયસુખભાઇ એ જે લીડ લીધી છે તે નાના ઉદ્યોગકારો ને વૈશ્વિક જોડવાનો આ બહુ મોટો પ્રયત્ન છે. મોરબીના ઉદ્યોગપતિઓને કેપેસીટી ઘણી છે 25 હજારથી વધુ કામદારો આ ઘડિયાળ ઉદ્યોગ સાથે જોડાયેલા છે મેન્યુફેક્ચરિંગ અને ક્વોલીટીમાં મોરબીની માસ્ટરી છે પરંતુ બ્રાન્ડીંગ અને માર્કેટિંગ એ મિસિંગ પાર્ટ છે. જો માર્કેટિંગ અને બ્રાન્ડીંગ વાળા આમાં જોડાય જાય તો ભારતમાં એવી પ્રોડક્ટ બને જે વિશ્વને ટક્કર મારે. ઇલેક્ટ્રોનીક્સ માં આપણે 90 ટકા અન્ય દેશો પર ડીપેન્ડ છીએ જે ઈમ્પોર્ટ થાય છે. આજે મોરબી સિરામિક માં સ્વનિર્ભર થઇ ગયું આજે 90 ટકા ઉત્પાદન મોરબીમાં થાય છે એવી જ રીતે ઇલેક્ટ્રોનીક્સમાં આપણે 90 ટકા બીજા પર ડીપેન્ડ છીએ. MSME થી MNC બનવાની આ જર્નીમાં મોટો સહયોગ થશે.”

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મોરબીમાં 50 વર્ષથી વધુ સમયથી કલોક ઇન્ડસ્ટ્રીઝ ધમધમે છે. મોરબીમાં અંદાજીત 150 જેટલી નાની મોટી ઘડિયાળ અને એલાર્મ પીસ બનાવતી ફેકટરીઓ આવેલી છે. ઇલેક્ટ્રિક, ઈલેક્ટ્રોનિક અને ટોયઝ જેવી પ્રોડક્ટો ભારતની ઘણી બધી કંપનીઓ અને મલ્ટી નેશનલ કંપનીઓ ચાઈનામાંથી લે છે. આવી પ્રોડક્ટ મોરબી ખાતે બનાવી આપવા માટે મોરબીના 150 જેટલા ફેક્ટરી ધારકો એકઠા થયા છે અને સહકારી માળખા હેઠળ તેઓ કામ કરવા તૈયાર થયા છે. હાલમાં મોરબીમાં બનેલ આ સહકારી સમૂહ પાસે 25 હજાર જેટલા સ્કીલ ધરાવતા કામદારો છે, ઇન્ફાસ્ટ્રકચર, મશીનરી ધરાવે છે. આ સમૂહ દરરોજના 5 થી 10 લાખ પીસ કે જે પ્લાસ્ટિક કે ઇલેક્ટ્રોનિક બેઝ વાળું હોઈ તે બનાવવાની ક્ષમતા ધરાવે છે. ભારતની એવી કોઈ મલ્ટીનેશનલ, ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ કંપની કે બ્રાન્ડ હોઈ જે ચાઈના માં બનાવતા હોઈ એવી કંપનીઓ ને આ સમૂહ આમંત્રણ આપે છે કે આવો આપ એક વાર મોરબીની મુલાકાત લો અમે આપને ચાઈના કરતા સસ્તા ભાવે અને સારી ગુણવત્તા વાળી વસ્તુ અને એ પણ સમયસર આપીશું એવી ખાત્રી આપી રહ્યા છે. આ સમૂહ સરકાર પાસે કોઈ જ અપેક્ષા રાખતું નથી તેઓ સરકાર પાસે માત્ર એટલી જ અપેક્ષા રાખે છે કે જે ભારતીય કંપનીઓ ચાઈના ને ઓર્ડર આપે છે એવી કંપનીઓ ને માત્ર એક વખત મોરબીના ઉદ્યોગકારો ની મુલાકાત લેવાનું કહે.

” મોરબીમાં કલોક ઇન્ડસ્ટ્રીઝ 50 વર્ષથી છે મોરબીના 150 જેટલા કલોકના મેન્યુફેક્ચરો સાથે મળી એક એવા નિર્ણય પર આવ્યા છીએ કે ઘણી બધી ઇલેક્ટ્રિક, ઈલેક્ટ્રોનિક અને ટોયઝ જેવી પ્રોડક્ટો ભારતની ઘણી બધી કંપનીઓ અને મલ્ટી નેશનલ કંપનીઓ ચાઈના માં થી લે છે. આવી પ્રોડક્ટ મોરબી ખાતે બનાવી આપવા માટે એક સમૂહ ભેગો થાય અમારા સમૂહ પાસે 25 હજારથી વધુ અનુભવી લેબર છે. જો કોઈને દરરોજ 5 થી 10 લાખ પીસ ની પ્લાસ્ટિક બેઝ અને ઈલેક્ટ્રોનિક બેઝ હોઈ એવા એક એલાઈન્સ અમે ઉભું કરેલ છે. અજંતા ઓરેવા ગ્રુપની લીડરશીપ હેઠળ એક સંગઠન બની સહકારી માળખા હેઠળ એક સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ. ભારતને આત્મનિર્ભર બનાવવાની વાત છે એટલે મોરબી ના ઇન્ડસ્ટ્રીઝ વાળાઓ એ ભેગા મળી ને ઐતિહાસિક અને સાહસિક કદમ ઉપાડ્યું છે. ભારત ની એવી કોઈ મલ્ટીનેશનલ, ડોમેસ્ટિક કે ઇન્ટર નેશનલ કંપની હોઈ કે બ્રાન્ડ હોઈ જેઓ આવી કોઈ પણ પ્રોડક્ટ માંગતા હોઈ તો ચાઈના થી ઓછા ભાવે અને ચાઈના થી સારી કવોલીટીમાં મોરબી બનાવી શકે એ અમારી કેપેસીટી છે. અમે સરકાર પાસે એટલીજ અપેક્ષાઓ રાખીએ છીએ કે સરકાર આ પ્રકારની કંપનીઓને કહે કે એક એલાઈન્સ ઉભું થયું છે અને જે ભારતીય કંપની ચાઈનામાં માલ બનાવતી હોય છે એને એક સલાહ આપે કે તમે એક વખત મોરબીવાળા સાથે કોન્ટેક્ટ કરો જો એ તમારા ભાવે અને તમારી જરુરીયાત મુજબ પ્રોડક્ટ બનાવી દેતા હોય તો સરકાર એમને સજેશન કરે એટલી જ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ બીજી કોઈ અપેક્ષા રાખતા નથી. ટેક્ષ માં રાહત કે બીજી કોઈ ફેસીલીટી જોઈતી નથી એ અમારી પાસે છે જ અમારે માત્ર કામ જોઈએ છે. જે ભારતીય કંપની ચાઈનામાં કામ આપે છે એમ કંપનીઓ ને અમે રીક્વેસ્ટ કરીએ છીએ કે એ કામ અમને મોરબીને આપો. વિશ્વનો બીજા નંબર ની ઈમ્પોર્ટ કરતી કોઈ પ્રોડક્ટ હોઈ તો એ ઇલેક્ટ્રોનીક્સ પ્રોડક્ટ છે. તાજેતરમાં એક ફ્રાંસની બીગ નામની કંપની કે જે સ્ટેશનરી વિશ્વની એક થી દશમાં આવતી કંપની છે.અમે એમની સાથે છ મહિનાથી કોરસપોન્ડન્સ કરતા હતા તેઓ ચાઈના માં કેલ્ક્યુલેટર બનાવી વિશ્વમાં સપ્લાઈ કરે છે તેઓ એ અમને હમણા બે લાખ પીસ નો ટ્રાયલ ઓર્ડર આપ્યો હતો અમે એ બનાવીને એમને ડીલેવરી પણ કરી દીધી છે. તેઓ અમારી ક્વોલીટી અને ભાવ થી સંતોષ થયા છે અને અમને એવોએ ખાત્રી આપી છે કે અમે દર વર્ષે ચાઈના માં 30 લાખ પીસ બનાવીએ છીએ એ હવેથી મોરબી ખાતે ઓરેવા કંપનીમાં બનાવશે.” અને એટલે જ ચાઈનામાં બનતા મચ્છર મારવાનાં રેકેટ હવેથી ત્રણ મહિનામાં મોરબીમાં બનતા થઈ જશે અને એક વર્ષમાં ભારતનાં 95% લોકો પાસે મેડ ઈન મોરબીનાં રેકેટ હશે.

ફ્રાંસની બીગ નામની કંપની કે જે સ્ટેશનરી ક્ષેત્રે વિશ્વની એક થી દશમાં આવતી કંપની છે. તે ચાઈના માં કેલ્ક્યુલેટર બનાવવા આપતું અને બાદમાં વિશ્વના અન્ય દેશોમાં તેની નિકાસ કરતુ. આ કંપની સાથે મોરબીની અજંતા ઓરેવા કંપનીએ સંપર્ક કર્યો અને બાદમાં ફ્રાન્સની કંપનીએ મોરબીની કંપની ને ટ્રાયલ બેઝ પર બે લાખ પીસ કેલ્ક્યુલેટર બનાવાનો ઓર્ડર આપ્યો. મોરબીની કંપનીએ ઓર્ડર સંતોષકારક પૂર્ણ કરતા ફ્રાન્સની કંપની દ્વારા દર વર્ષે ચાઈનામાં જે 30 લાખ પીસનો ઓર્ડર આપતા તે હવે મોરબીની કંપનીને આપવાની ખાત્રી આપી છે. કોરોનાને કારણે અનેક કંપનીઓ ચાઈનાથી પોતાના સબંધો કાપી રહ્યા છે અને તાજેતરમાં જ ગલવાનમાં થયેલી ઝડપ બાદ ભારત અને ચાઈનાના સબંધોમાં પણ તિરાડ પડી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ ને આત્મનિર્ભર બનવાનું કહ્યું છે ત્યારે મોરબીના ઘડિયા ઉત્પાદન કરતા કારખાનેદારો પણ આત્મનિર્ભર થવા માટે એક થયા છે. ભારત ઓઈલ બાદ સૌથી વધુ ઈમ્પોર્ટ કરવામાં આવતી હોઈ તો એ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે. ભારત દેશ હાલમાં 90 ટકા ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ ઈમ્પોર્ટ કરે છે જો આવા નાના નાના કારખાનેદારો એક થઇ ને સમુહમાં કામ કરતા થાય તો તેઓને આવનારા દિવસોમાં મોટો ફાયદો થઇ શકે તેમ છે. જો માત્ર ભારતની કંપનીઓ કે જે ચાઈનામાં ઓર્ડર આપે છે જો તે કંપનીઓ આવી સ્કીલ ધરાવતી કંપનીઓને ઓર્ડર આપે તો આવનારા દિવસોમાં MSMEમાંથી MNC બનતા કોઈ નહિ રોકી શકે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">