’26 અનાર 150 બિમાર’,ગુજરાતની 26 બેઠકો માટે ભાજપને મળ્યા 150 ટિકિટ વાંચ્છઓ, શું 12 જૂનાજોગીઓની ટિકિટ પણ કપાશે ?

બીજેપીમાં હવે નિરીક્ષકોએ કાર્યકર્તાઓને સાંભળવાની કામગીરી પુર્ણ થઇ છે. સુત્રોની માનીએ તો 150થી વધુ ઉમેદવારોએ ઇલેક્શન લડવા માટે દાવેદારી નોંધાવી છે. કોને ટિકિટ આપવી કોને નહીં તેના માટે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક ગાંધીનગરમા સીએમ નિવાસ સ્થાને શરુ થશે. એવું મનવામાં આવે છે કે બીજેપી 26 પૈકી 14 ઉમેદવારોની ટિકિટ કાપવા જઇ રહી છે તો અનેક […]

'26 અનાર 150 બિમાર',ગુજરાતની 26 બેઠકો માટે ભાજપને મળ્યા 150 ટિકિટ વાંચ્છઓ, શું 12 જૂનાજોગીઓની ટિકિટ પણ કપાશે ?
બીજેપી હવે 14 ધારાસભ્યના્ ટીકીટ કાપી શકે છે,
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Mar 21, 2019 | 11:03 AM

બીજેપીમાં હવે નિરીક્ષકોએ કાર્યકર્તાઓને સાંભળવાની કામગીરી પુર્ણ થઇ છે. સુત્રોની માનીએ તો 150થી વધુ ઉમેદવારોએ ઇલેક્શન લડવા માટે દાવેદારી નોંધાવી છે. કોને ટિકિટ આપવી કોને નહીં તેના માટે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક ગાંધીનગરમા સીએમ નિવાસ સ્થાને શરુ થશે. એવું મનવામાં આવે છે કે બીજેપી 26 પૈકી 14 ઉમેદવારોની ટિકિટ કાપવા જઇ રહી છે તો અનેક સીટો માટે વિવાદ પણ થઇ રહ્યુ છે.

3 નામોની પેનલમાં પણ થઇ શકે છે તકલીફ

બીજેપીએ હવે ઉમેદવારોના સેન્સ લેવાની કામગીરી પુર્ણ કરી છે. બીજેપીની પ્રદેશ નેતાગિરી માને છે કે અંદાજિત 150ની આસપાસ ઉમેદવારોએ દાવેદારી નોધાવી છે. જેમાં રાષ્ટ્રીય નેતૃત્વથી માંડી સ્થાનિક કક્ષાના નેતાઓના નામની ચર્ચા થઇ છે. બીજેપીની પ્રદેશ ચૂંટણી સમિતિ હવે 17થી 19 તારીખ સુધીમાં ઉમેદવારોની પેનલ બનાવી દેશે. અનેક એવા લોકસભા સીટો છે જ્યાં માત્ર 2 નામો આવ્યા છે. તો વલસાડ બનાસકાઠા અને અમેરેલી જેવા સેન્ટર્સ ઉપર પણ 10થી વધુ લોકોએ ઉમેદવારી નોધાવી છે.  હવે ચૂંટણી સમિતિ સામે પડકાર રહેવાનો છે છે કે કયા 3 નામોની પેનલ તૈયાર કરે.

14 સીટીસ સાસંદો કપાઇ શકે છે

બીજેપી સુત્રોની માનીએ તો બીજેપી આ વખતે 14 જેટલા સીટીગ સાસંદોની ટિકિટ કાપી શકે છે. જેમાં હરિભાઇ ચૌધરી, પરેશ રાવલ, રંજન બેન ભટ્ટ, જયશ્રી બેન પટેલ, એલ કે આડવાણી ,લીલાધર વાધેલા નારાણ કાછડીયા, રાજેશ ચુડાસ્મા, દીપ સિંહ, દર્શના જરદોશ કિરીટ સોલંકી રામ સિહ રાઠવા, વિનોદ ચાવડાનો સમાવેશ થાય છે.  તેમની સામે નવા ઉમેદવારને તક મળી શકે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ગાંધીનગર સીટને લઇને થયો છે વિવાદ

ગાંધીનગર સીટ માટે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનુ નામ ચર્ચામાં છે. તો હવે આનંદી બેન પેટલ પણ આ સીટ ઉપરથી પોતાની દાવેદારી નોંધાવી ચુક્યા છે. જેના કારણે બન્નેના સમર્થકોમાં હુસા તુસી વધી ગઇ છે. પાટીદાર સમાજનો એક જુથ હવે પીએમ સુધી એવી વાત પહોચાડવામા લાગ્યો છેકે જો અમિત શાહ ગુજરાતમાથી લોકસભા લડશે તો પાટીદારો નારાજ થઇ શકે છે. હાર્દિક પટેલ અને કોગ્રેસ જીએમડીસી ગ્રાઉન્ડમા થયેલા પાટીદારો ઉપર અત્યાચાર અને પોલીસ દમનની વાત ઉખેડી શકે છે. જો પાટીદારોની નારાજગી ફરી જાગી તો તેનો વ્યાપક નુકશાન સમગ્ર ગુજરાતમા થઇ શકે છે. ત્યારે લાગે છેકે વિવાદ ટાળવા એલ કે આડવાણીને ફરી ટિકિટ અપાઇ શકે છે. તો હવે એલ કે આડવાણીને પણ ટિકિટ ન અપાય તો કોઇ નવા નામ ઉપર પર ચર્ચા થઇ શકે છે, તો વલસાડની સીટ ઉપર સીકે પટેલ અને ડી કે પટેલ બન્ને ભાઇઓએ દાવેદારી નોધાવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">