કેવડિયા કોલોની સ્થિત ગોરા ગામનો કરોડોનાં ખર્ચે બનાવેલો એપ્રોચ રોડ ધોવાયો, ત્રણ મહિનામાં જ વિકાસમાં ગાબડા પડતા લોકોમાં કચવાટ,નર્મદા નિગમ દ્વારા 3 માસ પહેલા જ પુલની ટ્રાયલ લેવામાં આવી હતી
સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગુજરાત સહિત ભારતની આન, બાન અને શાન, પરંતુ તેની નજીક આવેલા ગોરા ગામ પાસેના પુલની હાલત જુઓ, પુલ કરોડોના ખર્ચે હાલ જ બનાવવામાં આવ્યો છે, હજુ તો માત્ર 3 મહિના જ થયા છે, ઘણી જગ્યાએથી આ એપ્રોચ રોડ સાઈડમાંથી બેસી ગયો છે કરોડો રૂપિયાના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો છે. આ પુલનો […]
સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગુજરાત સહિત ભારતની આન, બાન અને શાન, પરંતુ તેની નજીક આવેલા ગોરા ગામ પાસેના પુલની હાલત જુઓ, પુલ કરોડોના ખર્ચે હાલ જ બનાવવામાં આવ્યો છે, હજુ તો માત્ર 3 મહિના જ થયા છે, ઘણી જગ્યાએથી આ એપ્રોચ રોડ સાઈડમાંથી બેસી ગયો છે કરોડો રૂપિયાના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો છે. આ પુલનો એપ્રોચ બેસતા જ કામની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થયા છે. નર્મદા નિગમ દ્વારા 3 માસ પહેલા જ પુલનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું પુલને હાલ ટ્રાયલ રન પર ચાલુ કરવામાં આવ્યો, લોકાર્પણ પહેલા જ આસપાસ વરસાદના કારણે ધોવાણ થયું છે, આ મુદ્દે નર્મદા નિગમના અધિકારીઓ મીડિયા સમક્ષ બોલવા તૈયાર નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો