કચ્છમાં ભારે વરસાદ, જુઓ ક્યાં કરાયા 12 લોકોને રેસ્ક્યું, ક્યાં ભરાયા છે પાણી
કચ્છમાં છેલ્લા 12 કલાક કરતા વધારે સમયથી પડી રહેલા વરસાદનાં કારણે ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું હતું. વરસાદનાં કારણે લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા ગતા. વરસાદી પાણીમાં ફસાયેલા 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા તો માંડવીના રોયલ વિલા સોસાયટીમાં ફસાયેલા 12 લોકોને પણ બચાવાયા હતા. લોકોની સાથે 8થી 10 ગાય તથા ઘોડાને પણ પાણીમાંથી […]
કચ્છમાં છેલ્લા 12 કલાક કરતા વધારે સમયથી પડી રહેલા વરસાદનાં કારણે ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું હતું. વરસાદનાં કારણે લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા ગતા. વરસાદી પાણીમાં ફસાયેલા 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા તો માંડવીના રોયલ વિલા સોસાયટીમાં ફસાયેલા 12 લોકોને પણ બચાવાયા હતા. લોકોની સાથે 8થી 10 ગાય તથા ઘોડાને પણ પાણીમાંથી બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. રાહત અને બચાવની કામગીરીમાં સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર જોતરાયું હતું.