અમદાવાદમાં કરફ્યુ વધારવો કે નહી ? રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી કોર કમિટી કરશે નક્કી

Increase curfew in Ahmedabad or not? The core committee headed by Vijay Rupani will decide

અમદાવાદ શહેરના નાગરીકો એક બીજાને જીજ્ઞાસાપૂર્વક પુછી રહ્યાં છે કે, શુ લાગે છે, કરફ્યુ લંબાવાશે કે નહી ? અમદાવાદમાં કરફ્યુ લંબાવવો કે નહી તે આજે સાંજે ગાંધીનગરમાં યોજાનાર સરકારની કોર કમિટી નક્કી કરશે. કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે અમદાવાદમાં લદાયેલા 57 કલાકના કરફ્યુની અવધી આવતીકાલ સવારે 6 કલાકે પૂરી થઈ રહી છે, ત્યારે કરફ્યુની અવધિ વધારવી કે નહી તે નક્કી કરવા કોર કમિટીની બેઠક યોજાશે.  મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલની ઉપસ્થિતિમાં આજે સાંજે મળનાર કોર કમિટીની બેઠકમાં કોરોનાના કેસની સમિક્ષા કરાશે. અને દિલ્હીથી આવેલ કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટિમ જે કોઈ દિશા નિર્દેશ કરે તેના આધારે અમદાવાદમાં કરફ્યુ વધારવો કે નહી તેનો નિર્ણય કરાશે. જો કે અમદાવાદમાં દિવસનો કરફ્યુ લગાવતા પૂર્વે રાત્રી કરફ્યુની જાહેરાત કરાઈ હતી. જો દિવસના કરફ્યુમાં મુક્તિ આપવામાં આવશે તો સુરત, વડોદરા, રાજકોટની માફક રાત્રી કરફ્યુ યથાવત રહેશે.

READ  Sonu Nigam quits Twitter after colleague Abhijeet Bhattacharya's account is suspended - Tv9 Gujarati

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments