ઘરમાં બીજા બાળકનું આગમન થવાનું હોય ત્યારે મોટા સંતાન પ્રત્યે પ્રેમ કઈ રીતે દર્શાવશો ?

ઘરમાં બીજા બાળકનું આગમન થવાનું હોય, ત્યારે માતા તો પોતાની રીતે, એના સ્વાગતની તૈયારી કરતી જ હોય છે, પણ તેના લીધે પહેલા સંતાનના મનમાં ચિંતા ઉતપન્ન ન થવી જોઈએ. અત્યાર સુધી પોતે જ ઘરમાં લાડકોડ અને બધું જ મહત્વ એને મળ્યા છે. પણ ઘરમાં નાના ભાઈ કે બહેન આવે ત્યારે તેમાં ભાગ પડશે. કોઈપણ બાળક […]

ઘરમાં બીજા બાળકનું આગમન થવાનું હોય ત્યારે મોટા સંતાન પ્રત્યે પ્રેમ કઈ રીતે દર્શાવશો ?
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 30, 2020 | 10:30 AM

ઘરમાં બીજા બાળકનું આગમન થવાનું હોય, ત્યારે માતા તો પોતાની રીતે, એના સ્વાગતની તૈયારી કરતી જ હોય છે, પણ તેના લીધે પહેલા સંતાનના મનમાં ચિંતા ઉતપન્ન ન થવી જોઈએ. અત્યાર સુધી પોતે જ ઘરમાં લાડકોડ અને બધું જ મહત્વ એને મળ્યા છે. પણ ઘરમાં નાના ભાઈ કે બહેન આવે ત્યારે તેમાં ભાગ પડશે. કોઈપણ બાળક ભલે ગમે તેટલા ઉદાર મન અને મળતાવડા સ્વભાવનું કેમ ન હોય પણ માતાપિતાના સ્નેહમાં ભાગલા પડે તે એને ગમતું નથી. આથી મોટા સંતાનને માનસિક રીતે તૈયાર કરવું પણ એટલું જ જરૂરી છે.

સૌ પ્રથમ શું કરશો ? જ્યારે તમને ખ્યાલ આવે કે ઘરમાં બીજું બાળક આવવાનું છે ત્યારથી જ મોટા સંતાનને એ માનસિક રીતે તૈયાર કરો. બીજા સંતાનના જન્મ બાદ સ્વાભાવિક રીતે નાના બાળક પર વધારે ધ્યાન આપવામાં આવે છે. અને મોટા સંતાનને ન ગમે તે સ્વાભાવિક છે. બાળકને હોસ્પિટલ જવા અંગે જણાવો અને સમજાવો કે નાનું બેબી રડશે તો એને છાના રાખવાની જવાબદારી એની છે. એટલે બાળક મોટો થયો હોવાની જવાબદારી સમજશે.

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

બાળકની લાગણી જાણો. મોટા સંતાનના મનમાં શું છે તે જાણવું પણ જરૂરી છે. એ નાના સંતાન માટે શું વિચારે છે. તેને પૂછો કે નાનું બાળક આવશે ત્યારે તું શું કરીશ ? એને તારી સાથે રમાડીશ ? ચોકલેટ આપીશ ? જો એ નેગેટિવ ફીલિંગ ધરાવતું હોય તો તેને બદલવાનો પ્રયત્ન કરો.

વર્તતા શીખવો : માતાની પહેલી જવાબદારી છે કે એના મોટા સંતાનમાં રહેલ તમામ ભ્રમ દૂર કરીને તેને નવી વાતો શીખવે. જેમ કે એને તેના નાના ભાઈ કે બહેન સાથે કેવી રીતે રહેવાનું છે. કઇ રીતે તે એની સાથે રમી શકે છે ? એ પોતાના નાના ભાઈ કે બહેનને ભણાવી શકે છે. એને અનુભૂતિ કરાવો કે નાના બાળકના આવવાથી તેના સ્નેહ કે લાડમાં જરાય ઘટાડો નહિ થશે પણ એને વધારે મહત્વ મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">