રમશે ગુજરાત અને જીતશે ભાજપ? ગુજરાતના યુવાનોને રીઝવવા હવે ભાજપ આ નવા અભિયાન સાથે મેદાનમાં ઉતરશે

BJP હવે યુવા મતદારોની દિલ જીતવા માટે વિવિધ પ્રકારની રમત-સ્પર્ધાનુ આયોજન કરશે, સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરશે. જેના માટે જિલ્લાસ્તરે ફોર્મ પણ વિતરણ કરી દેવાયા છે. રમતની શરુઆત 19મી ફેબ્રુઆરીથી થશે. BJP હવે રાજનીતીક રમતની સાથે હવે પોતાના કાર્યકર્તાઓના માધ્યમથી ચેસ, કેરમ, કબડ્ડી અને રસ્સા ખેંચ જેવી રમતો પણ રમશે. યુવા મતદારોને જોડવા […]

રમશે ગુજરાત અને જીતશે ભાજપ? ગુજરાતના યુવાનોને રીઝવવા હવે ભાજપ આ નવા અભિયાન સાથે મેદાનમાં ઉતરશે
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Feb 14, 2019 | 1:52 PM

BJP હવે યુવા મતદારોની દિલ જીતવા માટે વિવિધ પ્રકારની રમત-સ્પર્ધાનુ આયોજન કરશે, સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરશે. જેના માટે જિલ્લાસ્તરે ફોર્મ પણ વિતરણ કરી દેવાયા છે. રમતની શરુઆત 19મી ફેબ્રુઆરીથી થશે.

BJP હવે રાજનીતીક રમતની સાથે હવે પોતાના કાર્યકર્તાઓના માધ્યમથી ચેસ, કેરમ, કબડ્ડી અને રસ્સા ખેંચ જેવી રમતો પણ રમશે. યુવા મતદારોને જોડવા માટે બીજેપી હવે 19મી ફેબ્રુઆરીથી રમત ઉત્સવની યોજના કરી રહી છે તો સાથે 20 તારીખથી વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાનુ આયોજન કરશે. જેમાં તમામ બુથ મંડળ અને જિલ્લાસ્તરે કાર્યકર્તાઓ જોડાશે. યુવાઓ જેઓ રમતવીર હોય, કે પછી સાંસ્કૃતિક કળાઓમાં નિષ્ણાંત હોય તેમના ફોર્મ ભરાવવામાં આવશે. આ બહાને પાર્ટી તેમને પણ બીજેપી સાથે જોડવાનો પ્રયત્ન કરશે અને જોડીને બીજેપીને મતો મળે તે માટે પ્રયાસ કરશે, જેનું સમાપન 24મીએ થશે. BJP યુવા મોર્ચા આ કાર્યક્રમ પહેલા મોદી કી મન કી બાત સફળ બનાવવા માટે 590 સ્થળ ઉપર સુચન પેટી લઈને જશે અને તેના માધ્યમથી પણ યુવાઓને જોડશે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

રુત્વીક પટેલ પ્રમુખ, પ્રદેશ યુવા મોર્ચા,BJP કહે છે 19મી તારીખથી 23 તારીખ સુધી વિવિધરમત, જેમાં કેરમ ચેસ કબડ્ડી અને રસ્સા ખેચ જેવી રમતો રમાડીશું,જેમા મંડળકક્ષાથી લઇને પ્રદેશકક્ષા સુધી રમત રમાડશે. જ્યારે 20થી 23 ફેબ્રુઆરીથી સુધી વિવિધકળા નૃત્યુ અને કાર્યક્રમો માટે સ્પર્ધા રાખીને યુવાઓને જોડવા માટે અભિયાન ચલાવશે તેમજ ફાઇનલમાં પ્રોત્સાહક ઇનામ પણ અપાશે.

પાર્ટીનુ આંકલન છે કે જો કુલ યુવા મતદાતા તેમાંય નવા મતદાતાઓના 50 ટકા કરતા વધુ બીજેપી તરફી થાય તો પાર્ટીને ફાયદો થઇ શકશે. તમને એ પણ બતાવી દઇએ કે ગુજરાતની 26 લોકસભામાં દોઢ લાખથી લઇને 8 લાખ સુધી મતદારો યુવા છે. જ્યારે નવા મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર છે, ત્યારે હવે વિવિધ રમત અને સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી પાર્ટી યુવા મતદારોને જોડવા માગે છે. આ કાર્યક્રમમાં નામાંકિત લોકોને લાવવાના પ્રયાસો પણ પાર્ટી કરી રહી છે.  પાર્ટી હવે ઇલેક્શન મોડમાં પુરા જોશથી આવી ગઇ છે, તે કોઇપણ ક્ષેત્રમાં મતદારોને શોધીને પોતાના હસ્તક કરવા માગે છે. જેના માટે તેમને વિવિધ ક્રિયા-કલાપમાં જોડીને ગુજરાતમાં 26 સીટો જીતવાનો ટાર્ગેટ સિધ્ધ કરવા માગેછે, ત્યારે જોવાનુ એ છે કે બીજેપીની પોલીટીકલ રમતમા આ રમતવીરો કે યુવાઓ આવે છે કે નહી?

[yop_poll id=1419]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">