કયા કારણોથી સોનાના ભાવ 55000 થયા ? જુઓ આ અહેવાલ

સોનામાં આગજરતી તેજીના કારણે ભાવ આસમાને પહોચ્યા છે. અમદાવાદના જવેલર્સ માર્કેટમાં એક તોલા સોનાના ભાવ વધીને 55 હજારે પહોચ્યા છે. ત્યારે આ ભાવ વધારા માટેના કારણો અનેક હોવાનુ વેપારીઓ કહી રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં 35 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને કોરોનાકાળને લીધે વિદેશથી સોનાની આયાત ઓછી થઈ રહી હોવાનું માનવામાં આવી […]

કયા કારણોથી સોનાના ભાવ 55000 થયા ? જુઓ આ અહેવાલ
Follow Us:
| Updated on: Jul 31, 2020 | 9:33 AM

સોનામાં આગજરતી તેજીના કારણે ભાવ આસમાને પહોચ્યા છે. અમદાવાદના જવેલર્સ માર્કેટમાં એક તોલા સોનાના ભાવ વધીને 55 હજારે પહોચ્યા છે. ત્યારે આ ભાવ વધારા માટેના કારણો અનેક હોવાનુ વેપારીઓ કહી રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં 35 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને કોરોનાકાળને લીધે વિદેશથી સોનાની આયાત ઓછી થઈ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત માર્ચ મહિનામાં સોનાના ભાવ 40 હજાર હતા તે લોકડાઉન અને કોરોનાકાળમાં વધીને 55 હજારે પહોચી ગયા છે. જેના કારણે લોકો સોનામા સુરક્ષિત રોકાણ સમજીને મોટાપ્રમાણમાં મૂડીરોકાણ કરી રહ્યાં છે. સોનાના ભાવમાં 35 ટકાનો વધારો થયો છે. પરંતુ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના અહેવાલ મુજબ 26 વર્ષના સમયગાળામાં સૌથી ઓછો વપરાશ આ વર્ષે થયો છે. 2020ના પ્રથમ છ મહિનામાં સોનાનો વપરાશ 56 ટકા ઘટયો હોવાનું વેપારીઓ કહી રહ્યાં છે. ગયા વર્ષે 800થી 900 ટન સુધીની આયાત થઈ હતી. જેની સામે આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનામાં માત્ર 75 ટન સોનાની આયાત થવા પામી છે.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">