છોટાઉદેપુરના બોડેલીની કોવિડ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ, 10 દર્દીનો બચાવ, શ્રેય હોસ્પિટલ જેવી દુર્ધટના થતા અટકી
છોટા ઉદેપૂરના બોડેલીની કોવિડ હોસ્પિટલમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી. જો કે સમયસુચકતાથી કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 10 દર્દીઓને બીજા વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. બોડેલીની ઢોકલિયા પબ્લિક હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ તરીકે જાહેર કરી છે. આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. કોવિડ વોર્ડમાં સ્વીચ બોર્ડમા શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. જો કે હોસ્પિટલના સત્તાવાળાઓએ […]
છોટા ઉદેપૂરના બોડેલીની કોવિડ હોસ્પિટલમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી. જો કે સમયસુચકતાથી કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 10 દર્દીઓને બીજા વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. બોડેલીની ઢોકલિયા પબ્લિક હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ તરીકે જાહેર કરી છે. આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. કોવિડ વોર્ડમાં સ્વીચ બોર્ડમા શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. જો કે હોસ્પિટલના સત્તાવાળાઓએ તાકીદે તમામ દર્દીઓને અન્યત્ર ખસેડતા મોટી ઘટના ઘટતા બચી ગઈ હતી. જો કે હવે ઈલેક્ટ્રીકનું તમામ કામકાજ સુરક્ષીત રીતે પૂર્ણ થયા બાદ જ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવાનુ નક્કી કરાયુ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો