સુરત: પ્રતિબંધ હોવા છતાં શાકભાજી વેચતા ભાજપના કોર્પોરેટર! લાલચું કોર્પોરેટર સામે લેવાશે પગલાં?
તમે શાકભાજી વેચતા કોર્પોરેટર કદી નહીં જોયા હોય પણ આજે અમે તમને બતાવીશું એક એવા કોર્પોરેટર જે શાકભાજી વેચે છે. આ કોર્પોરેટર સુરતના ભટાર વિસ્તારના ભાજપના કોર્પોરેટર છે. આમ તો સુરતમાં 13 મે સુધી શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ છે. છતાં કોર્પોરેટરે તો શાકભાજી વેચવાનું ચાલું જ રાખ્યું. તેમનું નામ પુષ્પા પટેલ છે. તેઓ કેવી રીતે […]
તમે શાકભાજી વેચતા કોર્પોરેટર કદી નહીં જોયા હોય પણ આજે અમે તમને બતાવીશું એક એવા કોર્પોરેટર જે શાકભાજી વેચે છે. આ કોર્પોરેટર સુરતના ભટાર વિસ્તારના ભાજપના કોર્પોરેટર છે. આમ તો સુરતમાં 13 મે સુધી શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ છે. છતાં કોર્પોરેટરે તો શાકભાજી વેચવાનું ચાલું જ રાખ્યું. તેમનું નામ પુષ્પા પટેલ છે. તેઓ કેવી રીતે શાકભાજી વેચતા હતા તેની ઓડિયો ક્લિપ અને એક વીડિયો વાઈરલ થયો છે. જેના આધારે કોર્પોરેટરની પોલ ખુલી ગઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ફક્ત શાકભાજી જ નહીં તેઓ ફ્રૂટ પણ વેચતા હતા અને રોકડી કરી લેતા હતા. લૉકડાઉનના સમયમાં ગરીબોને અનાજ પહોંચાડવાનું કામ કરતા હોય તો બિરદાવવા લાયક હોત, પરંતુ આ તો શાકભાજી આપતા હતા અને એ પણ 50 રૂપિયે કિલો. જેથી આ ઓડિયો ક્લિપ સાચી હોય તો તેઓ ગુનેગાર જ સાબિત થાય તેમ છે. આખરે પુષ્પા પટેલ કેવી રીતે શાકભાજી વેચતા હતા અને તેઓ ક્યાંથી શાકભાજી લાવતા હતા તે તમામ સવાલોનો જવાબ તમને આ ઓડિયો ક્લિપમાંથી જ મળી જશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો