શું કોંગ્રેસની “આશા” પરત આવશે ? ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની કવાયત શરૂ

તબેલા માંથી ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની કવાયત કોંગ્રેસે શરૂ કરી છે.આશા પટેલના કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામા બાદ આશા પટેલ ભાજપમાં ના જોડાય અને કોંગ્રેસમાં પરત લાવવા કોંગ્રેસના નેતાઓની કવાયાત.પરેશ ધાનાણી, અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય કીરીટ પટેલ સહિત અન્ય પાટીદાર નેતાઓને આશા પટેલને મનાવાની જવાબદારી સોંપાઈ. આશા પટેલના રાજીનામા બાદ કોંગ્રેસ એક્શન મોડમાં […]

શું કોંગ્રેસની આશા પરત આવશે ? ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની કવાયત શરૂ
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Feb 03, 2019 | 1:09 PM

તબેલા માંથી ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની કવાયત કોંગ્રેસે શરૂ કરી છે.આશા પટેલના કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામા બાદ આશા પટેલ ભાજપમાં ના જોડાય અને કોંગ્રેસમાં પરત લાવવા કોંગ્રેસના નેતાઓની કવાયાત.પરેશ ધાનાણી, અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય કીરીટ પટેલ સહિત અન્ય પાટીદાર નેતાઓને આશા પટેલને મનાવાની જવાબદારી સોંપાઈ.

આશા પટેલના રાજીનામા બાદ કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે.આશા પટેલ ભાજપમાં ના જોડાય અને કોંગ્રેસમાં કેવી રીતે પરત આવે તે માટે કોંગ્રેસના નેતાઓએ કવાયત શરૂ કરી છે.આ અંગે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે અમીત ચાવડા અને પરેશ ધાનાણી સાથે વાતચીત કરી ડો.આશા પટેલના કોંગ્રેસમાં પરત લાવવાની જવાબદારી સોંપી છે.વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય કીરીટ પટેલ સહિતનો પાટીદાર નેતાઓને આશા પટેલને મનાવાની જવાબદારી સોંપાવામાં આવી છે.
આશા પટેલને કેવી રીતે કોંગ્રેસમાં પરત લાવી શકાય તે માટે કોંગ્રેસના નેતાઓએ ગઈકાલે મોડી રાત સુધી કવાયત કરી હતી.આશા પટેલના રાજીનામ બાદ દિલ્હી હાઈકમાન્ડે તમામ ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે.દિલ્હી હાઈકમાન્ડે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો નારાજ ના થાય તે માટે પ્રદેશ પ્રમુખને સૂચના આપી છે.જો કોઈ ધારાસભ્યોમાં સંગઠન અને સંકલનને લઈને નારાજગી હોય તો તોકીદે દૂર કરવા અને ધારાસભ્યોની ફરિયાદો પર ધ્યાન આપવાની સૂચના પણ પ્રદેશ પ્રમુખને આપવામાં આવી છે.તથા આશા પટેલને કેવી રીતે કોંગ્રેસમાં પરત લાવવા તેની મથામણ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યાં છે.પરંતુ આશા પટેલ કોંગ્રેસમાં પરત ફરશે કે નહીં તેનો કોઈ નિષ્કર્ષ હજી સુધી આવ્યો નથી.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું હતું કે પ્રમુખ અને વિરોધપક્ષના નેતાઓ એ તેમની સાથે વાર્તાલાપ કરે એમાં કંઈ ખોટું નથી.ભાજપમાં જઈને હાંસિયામાં ધકેલાવા કરતા ઊંઝા નાગરિકોએ મુકેલા વિશ્વાસને ટકાવી રાખવા રાજીનામાં અંગે આશાબેન પટેલ પુન વિચાર કરે.
કોંગ્રેસ હાઈકમાન્ડે પણ આશા પટેલના કોઈપણ ભોગે કોંગ્રેસમાં પરત લાવવા જણાવ્યું છે.આશા પટેલને સંગઠનમાં મહત્વનો હોદ્દો આપવા માટે પણ કોંગ્રેસ હાઈકમાન્ડે તૈયારી દર્શાવી છે.આશા પટેલની રજૂઆતોનો યોગ્ય ઉકેલ લાવવાની ખાત્રી પણ આપવામાં આવી છે.તથા આશા પટેલની નારાજગીના કારણો જાણવાના પ્રયાસો પણ કોંગ્રેસના નેતાઓ દ્રારા કરવામાં આવી રહ્યાં છે.
કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે જિલ્લાના સંગઠન માટેની નારાજગી છે.એમના પ્રશ્નોને સાંભળીને નિરાકરણ લાવવાનો અમારો પ્રયાસ છે.પ્રદેશની નેતાગીરીથી કોઈ નારાજગી નથી.ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે સમન્વય થાય તે માટેના પ્રયાસો કરી રહ્યાં છીએ.
[yop_poll id=”1041″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">