ચોમાસા બાદ સૌથી વધુ વકરતો રોગ એટલે ચિકુનગુનિયા, જાણો ગંભીરતા અને સારવાર વિશે

ચોમાસુ ગયા બાદ સૌથી વધારે વકરતો રોગ ચીકુનગુનિયા છે. મોટા લોકોની સાથે સાથે આ રોગનું પ્રમાણ બાળકોમાં પણ સૌથી વધારે જોવા મળે છે. જેથી આ સીઝનમાં બાળકોને આ રોગથી બચાવવા સૌથી જરૂરી છે. તેનું મુખ્ય કારણ એ પણ છે કે હજી સુધી આ રોગની કોઈ ચોક્કસ સારવાર શોધી શકાઈ નથી. બાળકો નાના હોવાથી તેમને શું […]

ચોમાસા બાદ સૌથી વધુ વકરતો રોગ એટલે ચિકુનગુનિયા, જાણો ગંભીરતા અને સારવાર વિશે
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 18, 2020 | 1:43 PM

ચોમાસુ ગયા બાદ સૌથી વધારે વકરતો રોગ ચીકુનગુનિયા છે. મોટા લોકોની સાથે સાથે આ રોગનું પ્રમાણ બાળકોમાં પણ સૌથી વધારે જોવા મળે છે. જેથી આ સીઝનમાં બાળકોને આ રોગથી બચાવવા સૌથી જરૂરી છે. તેનું મુખ્ય કારણ એ પણ છે કે હજી સુધી આ રોગની કોઈ ચોક્કસ સારવાર શોધી શકાઈ નથી. બાળકો નાના હોવાથી તેમને શું તકલીફ પડે છે તે તેઓ શબ્દોમાં પણ કહી શકતા નથી. ચીકુનગુનિયાનો તાવ એ એકજાતના વાયરસની જ બીમારી છે. જે એડિસ મચ્છરના કરડવાથી થાય છે. બાળકોમાં આ તાવ એડિસ ઇજિપ્તિ અને એડિસ એલબોપિક્ટ્સ પ્રકારના મચ્છર કરડવાથી થાય છે.

ચોમાસા પછી આ રોગચાળો વધુ વકરે છે. મોટા ભાગે નવજાત બાળકો અને તેનાથી થોડી મોટી ઉંમરના બાળકોમાં જોવા મળે છે. જેમાં બાળકને સતત વધારે તાવ, શરીર સાંધાનો દુઃખાવો, ચામડી પર રેશીસ થાય છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લક્ષણો શું છે ?

મચ્છર કરડ્યા પછી 2 થી 4 દિવસોમાં આ લક્ષણ જોવા મળે છે. ઠંડી સાથે તાવ આવવો જે એકથી આઠ દિવસ સુધી રહે છે. સાંધા અને સ્નાયુઓમાં દુઃખાવો લાંબો સમય રહે છે. માથા અને પીઠમાં દુઃખાવો થાય છે. અને શરીર પર ઝીણી ફોલ્લીઓ થઈ જાય છે. જે ચાર દિવસ સુધી રહે છે. 6 મહિનાથી નાની ઉંમરના બાળકોમાં તાવ સાથે ખેંચ, મોઢામાં ચાંદા અને ઝાડા ઉલટી થાય છે. બાળકને નાક મોઢામાંથી બ્લીડીંગ પણ થઈ શકે છે. અને આખા શરીરે લાલ ચકામા પણ થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું છે ઈલાજ ?

દર્દીનું ક્લિનિકલ એક્ઝામીનેશન કર્યા પછી વધુ ચોક્સાઈ માટે RT-PCR(પાંચ દિવસની અંદર) અને ચીકુનગુનિયાનો આઈજીએમ ટેસ્ટ કરવાનો રહે છે. આ રોગની કોઈ ચોક્ક્સ સારવાર નથી કે તેની કોઈ રસી પણ ઉપલબ્ધ નથી. બાળકોને જેવા લક્ષણો હોય તે પ્રમાણે તેને ડોક્ટરે સારવાર આપવી પડે છે. જેમ કે તાવ અને સાંધાના દુઃખાવા માટે પેરાસીટામોલની સીરપ અથવા દવા આપવામાં આવે છે. દર્દીને વધારે પ્રમાણમાં લીંબુ પાણી, નારિયેળ પાણી, ફળોનો જ્યુસ જેવા પ્રવાહી આપવામાં આવે છે.

રોગ અટકાવવા શું કરશો ?

1.મોટા ભાગે બાળકોને રાત્રે મોસ્કીટો રેપેલન્ટ લગાવવાનું રાખો. 2.નાના બાળકોને મચ્છરદાનીમાં જ સુવડાવો. 3.બાળકોને ફૂલ સ્લીવ્ઝના કપડાં પહેરાવો. 4.ઘરની આજુબાજુ બંધિયાર પાણીનો નિકાલ કરો. 5.જંતુનાશકનો સમયાંતરે છંટકાવ કરતા રહો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">