ચશ્માથી છુટકારો મેળવવા લેન્સ પહેરવા છે? તો આ લેખ તમારા માટે છે, ખાસ વાંચી જજો
આંખોની સુંદરતા વધારવા અથવા તો ચશ્મા નહિ પહેરવા માટે લેન્સ અથવા તો કલર કોન્ટેકટ લેન્સનો ઉપયોગ કરે છે. પણ ક્યારેક ધૂળ માટીના કારણે લેન્સને નુકશાન પહોંચે છે. અને એટલા માટે જ લેન્સ પહેરતી અને કાઢતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે છે. નહીં તો તમને આંખોનું ઇન્ફેક્શન પણ થઈ શકે છે. Web Stories View more […]
આંખોની સુંદરતા વધારવા અથવા તો ચશ્મા નહિ પહેરવા માટે લેન્સ અથવા તો કલર કોન્ટેકટ લેન્સનો ઉપયોગ કરે છે. પણ ક્યારેક ધૂળ માટીના કારણે લેન્સને નુકશાન પહોંચે છે. અને એટલા માટે જ લેન્સ પહેરતી અને કાઢતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે છે. નહીં તો તમને આંખોનું ઇન્ફેક્શન પણ થઈ શકે છે.
આંખોની સુંદરતા વધારવા માટે વાપરતા લેન્સને યુઝ કરતા પહેલા આ બધી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
1) ખંજવાળ કે ઇન્ફેક્શન વખતે ના પહેરો : લેન્સ હંમેશા ચોખ્ખી આંખોમાં જ પહેરવું જોઈએ. જો આંખોમાં ખંજવાળ કે ઇન્ફેક્શન થયું હોય તો કોન્ટેકટ લેન્સનો ઉપયોગ ભૂલથી પણ ન કરો.
2) હાથ હંમેશા સાફ કરીને પહેરો : કોન્ટેકટ લેન્સ પહેરતા હાથને સાબુથી સારી રીતે ધોવા જોઈએ. રૂંછાવાળા ટુવાલથી હાથ સાફ ન કરવા જોઈએ તેનાથી લેન્સને નુકશાન પહોંચે છે.
3) મેકઅપ કરતા પહેલા જ લેન્સ પહેરો : મેકઅપ બાદ લેન્સ પહેરવાથી મેકઅપ આંખોની અંદર જવાની શક્યતા છે જેનાથી નુકશાન થઇ શકે છે. મહિલાઓએ લેન્સ બાદ હંમેશા પેન્સિલ આઈલાઈનર જ વાપરવી જોઈએ. તે જ રીતે મેકઅપ કાઢતા પહેલા લેન્સ પણ કાઢી લેવા જોઈએ.
4) દિવસમાં 10-16 કલાકથી વધુ સમય લેન્સ પહેરી રાખવા નહિ. લેન્સ પહેરીને ફાવે તો પણ સૂવું કે નહાવું જોઈએ નહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો