અમદાવાદમાં સતત 30 મિનિટ સુધી વરસાદની તોફાની બેટીંગ, અનેક રોડ અને સોસાયટીઓમાં પાણી ભરાયા,વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા
અમદાવાદને સતત 30 મિનિટ સુધી વરસાદે રીતસર ધમરોળી નાખ્યું હતું. શહેરનાં વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદનાં કારણે ઠેરઠેર પામી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી. રાજ્યમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ ગણવામાં આવી રહ્યો છે અને તેમાં પડેલા વરસાદનાં કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વેજલપુર-જુહાપુરા રોડ પર આવેલી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા તો ઘાંચીરોડથી ફતેહવાડી […]
અમદાવાદને સતત 30 મિનિટ સુધી વરસાદે રીતસર ધમરોળી નાખ્યું હતું. શહેરનાં વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદનાં કારણે ઠેરઠેર પામી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી. રાજ્યમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ ગણવામાં આવી રહ્યો છે અને તેમાં પડેલા વરસાદનાં કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વેજલપુર-જુહાપુરા રોડ પર આવેલી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા તો ઘાંચીરોડથી ફતેહવાડી ટાવર નજીકના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા જેને લઈને લોકો પરેશાનીમાં મુકાઈ ગયા હતા. અડધો કલાકનાં વરસાદનાં રાઉન્ડમાં મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા જો કે અંડરપાસ બંધ ના કરાતા વાહનચાલકો પાણીમાં ફસાઈ ગયા હતા કેમકે અંડરપાસમાં ત્રણ થી ચાર ફુટ પાણી ભરાઈ ગયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો