ડુંગળીના ભાવ છેલ્લા 15 દિવસમાં વધીને દોઢા થયા, ઓક્ટોબરમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયા થાય તો નવાઈ નહી

Ahmedabad: Onion price may touch Rs 100/kg by end of October

દક્ષિણના રાજ્યોમાં ડુંગળીનો પાક નિષ્ફળ જતા, છેલ્લા પંદર દિવસમાં ડુંગળીનો ભાવ વધીને દોઢો થઈ ગયો છે. ડુંગળીનો પાક નિષ્ફળ જવાની જાણ થતા જ, કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લાદયો છે. છતા, ડુંગળીનો ભાવ વધી રહ્યો છે. અમદાવાદમાં જ છેલ્લા પંદર દિવસમાં ડુંગળીનો ભાવ વધીને દોઢો થયો છે.

મહારાષ્ટ્રના હોલસેલ માર્કેટમાં, જે ડુંગળી 18 રૂપિયે કિલોના ભાવે વેચાતી હતી, તે હવે 30 રૂપિયે વેચાઈ રહી છે. ડુંગળીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારી વર્ગનું કહેવું છે કે જો આમને આમ ચાલ્યુ તો ઓક્ટોબર મહિનામાં છુટક માર્કેટમાં ડુંગળીનો ભાવ વધીને 100 રૂપિયા થાય તો નવાઈ નહી.

READ  ભારતીય મૂળના ત્રણ નેતાઓનો બ્રિટેનની સરકારમાં દબદબો, જાણો કોણ છે આલોક શર્મા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments