પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલની મુશ્કેલીમાં વધારો, પરિવારના 9 સભ્યો સામે છેતરપિંડીની ફરિયાદ

https://tv9gujarati.com/latest-news/ahemadabad-populer-group-builder-raman-patel-nine-sabhiyo-same-fariyad-vastrapur-181033.html

અમદાવાદના પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલ અને તેના પરિવારની મુશ્કેલી વધી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રમણ પટેલ સહિત પરિવારના 9 સભ્યો સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. તેમના પર આરોપ છેકે થલતેજ ગામની સીમમાં આવેલી કરોડોની જમીન ખેડૂતોના નકલી પાવર ઓફ એટર્નીના આધારે પચાવી પાડી છે. એટલું જ નહીં બોગસ પાવરના આધારે ક્રેડિટ સોસાયટી બનાવીને ખેડૂતોની જગ્યાએ પોતાના પરિવારના સભ્યોના નામે જમીન કરાવી લીધી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

READ  સુષમા સ્વરાજનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments