ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો યથાવત, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 735 નવા પોઝિટિવ કેસ

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 735 નવા દર્દી નોંંધાયા છે. આ સાથે કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા પછી 24 કલાકમાં 423 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના વાઈરસના લીધે 17 લોકોના મોત નીપજ્યાં છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો યથાવત, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 735 નવા પોઝિટિવ કેસ
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 25, 2020 | 6:21 PM

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 735 નવા દર્દી નોંંધાયા છે. આ સાથે કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા પછી 24 કલાકમાં 423 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના વાઈરસના લીધે 17 લોકોના મોત નીપજ્યાં છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજ્યમાં કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં છે 8573 દર્દી 

કોરોના વાઈરસના કેસમાં પ્રતિદિવસ ગુજરાતમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં જે લોકો સ્વસ્થ થઈને ઘરે પહોંચી રહ્યાં છે તેના કરતાં વધુ કોરોના વાઈરસના કેસ પ્રતિદિવસ નોંધાઈ રહ્યાં છે. આમ કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકના ગુજરાત સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ 8573 લોકો કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં છે. આ એક્ટિવ કેસમાં 69 લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 8504 દર્દીની તબિયત સ્થિર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુરત જિલ્લામાં નોંધાયા 241 નવા પોઝિટિવ કેસ

અમદાવાદ નહીં પણ સુરત જિલ્લામાં કોરોનાના કેસમાં અચાનક જ ઉછાળો જોવા મળ્યો છે. સુરત જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં નવા 241 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 183 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાના કાબૂમાં લેવા માટે તંત્ર હરકતમાં આવ્યું અને ફરીથી આંશિક પ્રતિબંધ મુકવામાં આવી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">