
જૂન 1928, ગુજરાતના બારડોલીમાં ખેડૂતો સત્યાગ્રહ કરી રહ્યા હતા. અંગ્રેજોની વિરુદ્ધ નારા લગાવવામાં આવી રહ્યા હતા. આ ખેડૂતોના નેતા હતા વલ્લભભાઈ પટેલ. આ આંદોલનના પડઘા ઈંગ્લેન્ડ સુધી પડ્યા હતા. આ સમયે ખેડૂતોએ એક સૂરમાં કહ્યું, ‘આ માત્ર પટેલ નથી, આ અમારા સરદાર છે, આ સરદાર પટેલ છે.’ પટેલ આદેશ માનતા હતા, તેમ છતાં મહાત્મા ગાંધી તેમને દેશના વડાપ્રધાન બનવા દેવા માંગતા ન હતા. આખરે કેમ? આજે ચર્ચા કરશુ કે આખરે કેમ ગાંધીજીએ સરદાર પટેલને વડાપ્રધાન બનતા રોક્યા. ‘મે પટેલનું સમર્થન ન કરીને હિમાલયથી પણ મોટી ભૂલ કરી”- મૌલાના આઝાદ આઝાદીની લડતના એક જનનાયક અત્યંત લોકપ્રિય નેતા, સરદાર પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન કેમ ન બની શક્યા? મહાત્મા ગાંધીએ તેમના PM બનવાના માર્ગમાં રોડા કેમ નાખ્યા. આવો જાણીએ. આપને જણાવીએ દઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો હમણા બન્યુ પરંતુ પરંતુ પટેલનું ઊંચું કદ તો આ દેશમાં શરૂઆતથી જ રહ્યું છે. આખરે કેમ મૌલાના અબુલ કલામ આઝાદ પોતાની બાયોગ્રાફીમાં લખે છે કે, “મેં નહેરુની જગ્યાએ...
Published On - 8:21 pm, Wed, 29 October 25