
એકવાર સાધુઓના હાથે માત ખાઈ ચુકેલી મુઘલ સેના નવી યોજના બનાવવામાં લાગેલી હતી. આ બાજુ કાશી વિશ્વનાથ મંદિરમાં નાગા સાધુઓ પણ બરાબર સમજતા હતા કે મુઘલ સેના હજુ ફરીવાર આક્રમણ કરશે. આજ વાતને ધ્યાને રાખીને સંત સમાજ અને સ્થાનિક લોકોએ ફરી એકવાર મંદિર વિસ્તારમાં વ્યવસ્થા જાળવી રાખી. ઔરંગઝેબ, જે પોતાના શાસનના શરૂઆતના વર્ષોમાં આ સમય દરમિયાન કડક ઇસ્લામિક કાયદાઓ લાગુ કરી રહ્યો હતો, તે આ સમાચારથી સંતુષ્ટ ન હતો. કાશીમાં નાગા સાધુઓના હાથે મુઘલ ટુકડીની નિષ્ફળતા બાદ, ઔરંગઝેબે શાહી દરબારમાં એક બંધ બેઠક બોલાવી. એવું ફરમાન કરવામાં આવ્યું કે ઇસ્લામિક નિયંત્રણ માટે માત્ર લશ્કરમાં જ નહીં પરંતુ વહીવટી માળખામાં પણ ફેરફારની જરૂર છે. જ્ઞાનવાપી યુદ્ધ: કાશીમાં ઔરંગઝેબનો પડકાર ઓરંગઝેબ માટે આ ઘણી મોટી હાર હતી કારણ કે મોટા મોટા સમ્રાટોને પસ્ત કરી દેતી મુઘલ સેનાએ નાગા સાધુઓ સામે કરારી હારનો સામનો કરવો પડ્યો હતો. આજ કારણે ઓરંગઝેબને એક નવા ફોજદારની આગેવાનીમાં એક નવી વહીવટી ટુકડી, અનુભવી અધિકારીઓ, ધાર્મિક સલાહકારો અને બમણી સેનાને...
Published On - 4:07 pm, Tue, 7 October 25