શું તમે જાણો છો ‘ઓમ જય જગદીશ હરે’ આરતી કોણે લખી હતી? કેમ અંગ્રેજોએ તેમને શહેર નિકાલ આપ્યો હતો?

શું તમે જાણો છો 'ઓમ જય જગદીશ હરે' આરતી કોણે લખી હતી? કેમ અંગ્રેજોએ તેમને શહેર નિકાલ આપ્યો હતો?
ઓમ જય જગદીશ હરે

આપણે સૌએ ફેમશ આરતી ઓમ જય જગદીશ હરે સાંભળી જ હશે. પરંતુ ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે આ આરતી કોના દ્વારા લખવામાં આવી છે. ચાલો જણાવીએ અદ્દભુત ઈતિહાસ.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 03, 2021 | 2:33 PM

ઘરે કે મંદિરે કે પછી ધાર્મિક કાર્યક્રમોમાં આપણે સૌએ ઓમ જય જગદીશ હરે આરતી સાંભળી જ હશે. એટલું જ નહીં આ આરતી બોલીવુડની અનેક ફિલ્મોમાં પણ સાંભળવા મળે છે. આ આરતીને લોકો એકદમ લયમાં અને શુરમાં ગાતા હોય છે. પરંતુ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આ આરતી કોણે લખી હશે. તેમજ આ આરતી લખનાર વ્યક્તિ વિશે ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે.

આ લોકપ્રિય આરતી પંડિત શ્રદ્ધારામ શર્મા ફિલ્લૌરી દ્વારા લખવામાં આવી હતી. જી હા ઓમ જય જગદીશ હારી આરતી તેમની કલમની દેન છે. તેઓ પંજાબના લુધિયાણાના એક નાના ગામ ફિલ્લૌરીમાં જન્મ્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ આરતી તેમણે વર્ષ 1870 માં લખી હતી.

ધાર્મિક માહોલમાં પસાર થયું બાળપણ

તેમના જીવનની વાત કરીએ તો બાળપણ ખુબ ધાર્મિક વાતાવરણમાં પસાર થયું. તેઓ નાની ઉંમરમાં જ ધાર્મિક ગ્રંથો વિશે ખુબ જાણતા હતા. તેમના પિતા જયદયાલુ શર્મા જ્યોતિષ હતા. પંડિત શ્રદ્ધારામ પણ તેમના પિતાના માર્ગ ઉપર ચાલ્યા. તેમના પિતાને હિન્દી, સંસ્કૃત, અરબી અને પર્સિયન ભાષાઓનું જ્ઞાન હતું. તેમણે આ ભાષાઓ તેમના પિતા પાસેથી પણ શીખી હતી.

30 વર્ષની ઉંમરમાં લખી આરતી

તમને જણાવી દઈએ કે જ્યારે પંડિત શ્રદ્ધારામ 30 વર્ષના હતા ત્યારે તેમણે 1870 ની સાલમાં ‘ઓમ જય જગદીશ હરે’ આરતી લખી હતી. મનોજ કુમારની ફિલ્મ પૂરબ ઔર પશ્ચિમમાં આ આરતીનો પહેલીવાર ઉપયોગ થયો હતો. આ પછી તે દરેકના હૃદયમાં વસી ગઈ અને દેશના દરેક ખૂણામાં ગુંજી ઉઠે.

અંગ્રેજો સામે ચલાવ્યું અભિયાન

પંડિત શ્રદ્ધારામે જ્યોતિષ શાસ્ત્ર અને સાહિત્ય પર પણ ઘાનું લખ્યું હતું. તેઓને હિન્દી સાહિત્યમાં પ્રથમ ઉપન્યાસ ભાગ્યવતીના લેખક પણ માનવામાં આવે છે. ફિલ્લૌરીમાં તેમના પર 1865 માં બ્રિટીશ શાસન વિરુદ્ધ અભિયાન ચલાવવાનો આરોપ મૂકાયો હતો અને તેમને શહેરમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. પંડિત શ્રદ્ધારામ શર્માએ સ્ત્રી ભ્રૂણ હત્યા, બાળ લગ્ન અને મહિલાઓ પરના અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો.

43 વર્ષની વયે થયું અવસાન

તેઓ થોડો સમય ઘરની બહાર રહ્યા અને જ્યારે તેઓ પાછા ગયા ત્યારે 43 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેની રચનાના આટલા વર્ષો પછી પણ ‘ઓમ જય જગદીશ હરે’ ખુબ લોકપ્રિય છે.

આ પણ વાંચો: કોરોનાના કેસ ઘટતા, ગુજરાતમાં શાળા અને કોલેજ શરૂ કરવા સરકારની વિચારણા

આ પણ વાંચો: ચોમાસામાં આ ત્રણ પ્રકારની ચા છે અતિગુણકારી, ફાયદા જાણીને તમે પણ પીવાનું શરુ કરી દેશો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati