Yummy Recipes : સુરતનો પ્રખ્યાત સ્વાદિષ્ટ લોચો ઘરે બનાવો અને બાળકો તથા પરિવાર સાથે માણો સ્વાદ

સુરતી લોચો ઘરે બનાવી શકો છો. આ એક નાસ્તાની રેસીપી છે, જેને આપ કોઈ પણ સમયે નાસ્તા તરીકે સર્વ કરી શકો છો.

Yummy Recipes : સુરતનો પ્રખ્યાત સ્વાદિષ્ટ લોચો ઘરે બનાવો અને બાળકો તથા પરિવાર સાથે માણો સ્વાદ
સુરતી લોચો
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 27, 2021 | 1:05 PM

આજે આપણે વધુ એક ગુજરાતી ફેમસ ડીશ શીખવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સુરતી લોચો (Surti Locho). આપને નામ પરથી જાણ થઇ ગઈ હશે, કે આ ડીશ સુરતની એક ખુબ જ ફેમસ ડીશ છે, જે સુરતની ગલીઓમાં લારીઓ પર આસાનીથી જોવા મળી જાય છે. આ સુરતી લોચો ઘરે બનાવવો ખુબજ સરળ અને સિમ્પલ છે, નીચે દર્શાવેલ સરળ રીતને અનુસરીને આપ ખુબ જ સ્વાદિષ્ટ એવો સુરતી લોચો ઘરે બનાવી શકો છો. આ એક સ્નેક રેસીપી છે, જેને આપ કોઈ પણ સમયે નાસ્તા તરીકે સર્વ કરી શકો છો. આપ આ સુરતી લોચો મેહમાનોને પણ સર્વ કરી શકો છો. નાનાથી મોટી ઉંમરના તમામ લોકોને આ સુરતી લોચો ચોક્કસપણે પસંદ પડશે.

સુરતી લોચો (Easy Surti Locho) બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

લોચો બનાવવા માટેની સામગ્રીઓ:

૧૫૦ ગ્રામ ચણા દાળ (gram lentil)

૨ વાટી દાળ ખમણના ટુકડા (vati dal khaman)

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

૧ ચમચી આદું મરચાંની પેસ્ટ (ginger-chili paste)

૧/૮ ચમચી હળદર પાવડર (turmeric powder)

નમક સ્વાદ અનુસાર (salt)

૧/૮ ચમચી કુકિંગ સોડા (cooking soda)

૧ ચમચી તેલ (oil)

લોચો ચટની બનાવવાની રીત:

૧ ચમચી લાલ મરચું પાવડર (red chili powder)

૫૦ ગ્રામ બ્લેન્ડ કરેલું પાલક (blended spinach)

૧ આદુનો નાનો ટુકડો (ginger)

૩ લીલી મરચી (green chilies)

૨ ચમચી કોથમીર (coriander leaves)

૧ ચમચી ખાંડ (sugar)

૧ ચમચી લીંબુનો રસ (lemon juice)

નમક સ્વાદ અનુસાર (salt)

લોચોના મસાલા માટેની સામગ્રીઓ:

૧ ચમચી લાલ મરચું પાવડર (red chili powder)

૧ ચમચી મરી પાવડર (pepper powder)

૧ ચમચી ચાટ મસાલો (chaat masala)

૧ ચમચી સંચર (rock salt)

૧ ચમચી શેકેલ જીરું પાવડર (cumin seeds powder)

૧ ચમચી ગરમ મસાલો (garam masala)

અન્ય સામગ્રીઓ:

સેવ જરૂર અનુસાર (sev)

તેલ અથવા માખણ (oil or butter)

જીણી સમારેલ ડુંગળી (onion)

સુરતી લોચો (Surti Locho) બનવવાની રીત:

  • ચટની બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષર જારમાં બ્લેન્ડ કરેલા પાલક, કોથમીર, નમક, ખાંડ, લીંબુનો રસ, લીલી મરચી અને વાટી દાળ ખમણના ટુકડા નાંખી તેમાં ૧-૨ ચમચી જેટલું પાણી નાંખી બ્લેન્ડ કરી લો.
  • હવે આ ચટનીને એકબાજુ મૂકી દો. મસાલો બનાવવા માટે એક બીજું મિક્ષર જાર લઇ તેમાં મરી પાવડર, જીરું પાવડર, લાલ મરચું પાવડર, સંચળ, ગરમ મસાલો અને ચાટ મસાલો નાખો. તેને બ્લેન્ડ કરી લો અને એક બાઉલમાં કાઢી લો. મસાલો તૈયાર છે. હવે પલાળેલી ચણાની દાળને ધોઈલો અને મિક્ષર જારમાં નાખો. તેમાં વાટી દાળ ખમણ નાંખી થોડું પાણી ઉમેરો.
  • હવે તે એકદમ સ્મૂથ પેસ્ટ બની જાય ત્યાં સુધી બ્લેન્ડ કરી લો. ધ્યાન રાખો કે આ બેટર વધુ પડતું આછું કે ઘાટું ન હોવું જોઈએ. તેનું પ્રમાણ ઢોકળાના બેટર જેવું હોવું જોઈએ. હવે તેને એક બાઉલમાં કાઢી લો અને ૩ કલાક સુધી સેટ થવા રાખો દો.
  • ૩ કલાક બાદ તેમાં આદું-મરચાંની પેસ્ટ, હળદર પાવડર, નમક, કુકિંગ સોડા નાંખી બેટરને સરખી રીતે હલાવી લો. હવે તેમાં ૧ ચમચી તેલ ઉમેરી ફરીથી સરખી રીતે વ્હીપ કરી લો.
  • હવે આ બેટરને એક ગ્રીસ કરેલી પ્લેટમાં નાંખી, આ પ્લેટને સ્ટીમરમાં નાંખી તેને ૧૨-૧૫ મિનીટ સુધી સ્ટીમ કરી લો. ૧૨-૧૫ મિનીટ બાદ ગેસને બંધ કરી દો અને ગરમા ગરમ લોચો સર્વિંગ પ્લેટમાં કાઢી લો.
  • હવે તેના પર થોડું માખણ અથવા તેલ લગાવી, ડુંગળી, બેસન સેવ, ગ્રીન ચટની, લોચો મસાલા વડે સજાવી સર્વ કરો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">