દેશમાં નોંધાયો Zika Virusનો પ્રથમ કેસ, 24 વર્ષની મહિલા સંક્રમિત થયાની પૃષ્ટિ

આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે માહિતી આપી હતી કે કેરળમાં પ્રથમ વખત ઝીકા વાયરસના  ચેપની  પુષ્ટિ થઈ છે. જેમાં 24 વર્ષીય સગર્ભા મહિલાને આ રોગ હોવાનું માલૂમ પડ્યું છે.

દેશમાં નોંધાયો Zika Virusનો પ્રથમ કેસ, 24 વર્ષની મહિલા સંક્રમિત થયાની પૃષ્ટિ
કેરળ પર મંડરાયો ઝીકા વાયરસનો ખતરો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 8:11 PM

કેરળ(Kerala) માં કોરોના વાયરસ પછી હવે મચ્છરથી ફેલાતા ઝીકા વાયરસ(Zika Virus) ના કેસ સામે આવ્યા છે. કેરળમાં ઝિકા વાયરસના 10 કેસ નોંધાયા હોવાનું સામે  છે. પૂનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં 13 સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 10 સેમ્પલ પોઝિટિવ આવ્યા હોવાની વાત  છે. કેરળના આરોગ્ય પ્રધાને કહ્યું કે એનઆઈવીને પરીક્ષણ માટે મોકલવામાં આવેલા 19 નમૂનાઓમાંથી અમને 13 પોઝિટિવ હોવાની આશંકા છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં ઝીકા વાયરસ ચેપના તમામ કેસો મળી આવ્યા છે.

ઝીકા વાયરસના  ચેપની  પુષ્ટિ થઈ

આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે માહિતી આપી હતી કે કેરળમાં પ્રથમ વખત ઝીકા વાયરસના  ચેપની  પુષ્ટિ થઈ છે. જેમાં તિરુવનંતપુરમની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પારસલાની 24 વર્ષીય સગર્ભા મહિલાને આ રોગ હોવાનું માલૂમ પડ્યું છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

મચ્છરથી ફેલાતો આ વાયરસ દિવસ દરમિયાન વધુ સક્રિય

ઝીકા વાયરસ ફ્લાવિવીરીડે વાયરસ પરિવારનો છે. મચ્છરથી ફેલાતો આ વાયરસ દિવસ દરમિયાન વધુ સક્રિય રહે છે. સ્ત્રીઓ વધુ ચેપગ્રસ્ત થઈ શકે છે. તેમા પણ ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન માઇક્રોસેફેલી એ ઝિકા વાયરસથી થતી એક બિમારી છે, જેમાં અસરગ્રસ્ત બાળક નાના કદ અને અવિકસિત મગજ સાથે જન્મે છે. તેના કારણે ગુલિયન-બેરી સિન્ડ્રોમ શરીરના નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે જેનાથી લોકો લકવાગ્રસ્ત થઈ જાય છે.

લક્ષણો ડેન્ગ્યુ અને વાયરલ જેવા જ

ઝીકા વાયરસના લક્ષણો ડેન્ગ્યુ અને વાયરલ જેવા જ છે જેમ કે તાવ, સાંધાનો દુખાવો, શરીર પર ફોલ્લીઓ, થાક, માથાનો દુખાવો અને લાલ આંખો. જોકે આ વાયરસનો આરએનએ અલગ છે. તેમાં પણ ઝીકા વાયરસ ફક્ત એડીસ જાતિના મચ્છરના કરડવાથી ફેલાય છે જે દિવસ દરમિયાન કરડે છે.

ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ

ઝીકા વાયરસથી બચવા માટે, મચ્છરના કરડવાથી બચવું, મોટાભાગના શરીરને આવરી લેવું, મચ્છરની જાળીનો ઉપયોગ કરવો, મચ્છરના પ્રજનનને રોકવા માટે સ્થિર પાણીથી બચવું, તાવ, ગળામાં દુખાવો, સાંધાનો દુખાવો, લાલ આંખો  જેવા  લક્ષણો જોવા મળે તો વધુ પ્રવાહી પીવો અને  આરામ કરો . જો સ્થિતિ સુધરતી ના હોય  તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

આ  પણ  વાંચો :  ટ્વિટરની મનમાની પર નવા આઇટી મંત્રીનું નિવેદન, કહ્યું માનવા પડશે દરેક કાયદા

આ  પણ  વાંચો : Modi Cabinet Meeting: મોદી કેબીનેટનો કોરોનાને લઈ મોટો નિર્ણય, 23100 કરોડનાં ઈમરજન્સી હેલ્થ પેકેજની જાહેરાત કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">