દેશદ્રોહી Zakir Naikએ પાકિસ્તાનમાં મંદિર તોડવાને કર્યુ સમર્થન, કહ્યું ઈસ્લામિક દેશમાં મંદિર નહિ

દેશદ્રોહી Zakir Naikએ પાકિસ્તાનમાં મંદિર તોડવાને કર્યુ સમર્થન, કહ્યું ઈસ્લામિક દેશમાં મંદિર નહિ

ભાગેડુ  Zakir Naik એ  પાકિસ્તાનમા તોડી પાડેલા મંદિરને સમર્થન આપ્યું છે.  વિવાદિત સ્કૉલરે કહ્યું કે ઈસ્લામિક દેશમા મંદિર ના હોવા જોઇએ. ઝાકિર નાઈકે  કહ્યું કે જો કોઇ ઈસ્લામિક દેશમા મંદિર હોય તો તેને તોડી પાડવા જોઇએ. વિવાદિત સ્કૉલરે આ મંદિરોમાં મૂર્તિ પૂજા પર આપત્તિજનક નિવેદન આપ્યું છે.

ઝાકિર નાઈકે કહ્યું કે ઈસ્લામમાં તસવીર બનાવવા પર પ્રતિબંધ છે તે પછી પેઇન્ટિંગ હોય કે ડ્રોઈંગ હોય, કે પછી કોઇ જીવિત પશુ  પક્ષીની મૂર્તિકારી હોય અથવા તો વ્યક્તિની પેઇન્ટિંગ હોય કે પછી પક્ષીઓ હોય કે કીડા- મકોડા હોય. આ બધા પર ઇસ્લામમાં પ્રતિબંધ છે અને તેની  તમામ સાબિતી પણ છે.

ઝાકિર નાઈકનું સંપૂર્ણ વિવાદિત નિવેદન

ઝાકિર નાઈકે   પોતાની વાતને સાબિત કરવા  મોહમ્મદ પેગંબર સાથે જોડાયેલા એક કિસ્સાનું ઉદાહરણ આપ્યું. કુરાનની આયાત સંભળાવતા ઝાકિર નાઈકે કહ્યું કે મૂર્તિ કોઇ પણ સ્થળે ના બનાવી જોઇએ અને જો આવું કઇ છે તો તેને  તોડી પાડવી જોઇએ. એક ઇસ્લામીક દેશમા કોઇ મૂર્તિ ના હોવી જોઇએ અને જો કોઇ પણ સ્થળે હોય તો તેને તોડી પાડવી જોઇએ.

Click on your DTH Provider to Add TV9 Gujarati