Year Ender 2022: આ વર્ષમાં દેશની રાજનીતિમાં આવ્યા ઘણા ઉતાર-ચઢાવ, જાણો આ ઘટનાઓ વિશે

Year Ender 2022 : આ વર્ષે દેશમાં 5 રાજ્યોમાં ચૂંટણી યોજાઇ, તો બીજી તરફ વર્ષની શરુઆતમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુકની ઘટના બની હતી. આ વર્ષે જ કોંગ્રેસને પોતાના નવા બિન-ગાંધી અધ્યક્ષ મળ્યા. તો સાથે જ મહારાષ્ટ્ર અને બિહારમાં સત્તા પરિવર્તન જોવા મળ્યું.

Year Ender 2022: આ વર્ષમાં દેશની રાજનીતિમાં આવ્યા ઘણા ઉતાર-ચઢાવ, જાણો આ ઘટનાઓ વિશે
Year Ender 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2022 | 9:00 AM

વર્ષ 2022નું વર્ષ ભારત માટે અનેક રાજકીય ઘટનાઓથી ભરપૂર રહ્યુ. ભારતની રાજનીતિમાં અનેક ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. આ વર્ષે દેશમાં 5 રાજ્યોમાં ચૂંટણી યોજાઇ, તો બીજી તરફ વર્ષની શરુઆતમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુકની ઘટના બની હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર પર હુમલો થયા બાદ તેનું મોત થયુ હતુ, જે પછી બે પક્ષો વચ્ચે રમખાણો જોવા મળ્યા હતા. આ વર્ષે જ કોંગ્રેસને પોતાના નવા બિન-ગાંધી અધ્યક્ષ મળ્યા. તો સાથે જ મહારાષ્ટ્ર અને બિહારમાં સત્તામાં પરિવર્તન જોવા મળ્યું.

PM મોદીની સુરક્ષામાં ચુક

વર્ષ 2022ની શરુઆતમાં જ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ભારે ચુક જોવા મળી હતી. 5 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી પંજાબના પ્રવાસે ગયા હતા, જે દરમિયાન તેમના કાફલાને ખેડૂતો દ્વારા પુલ પર રોકી દેવામાં આવ્યો હતો. ખેડૂતોએ પુલ પરનો રસ્તો રોકી દેતા વડાપ્રધાન અને તેમનો કાફલો અહીં લગભગ અડધો કલાક જેટલા સમય માટે અટકી ગયો હતો. જે સ્થળ પર વડાપ્રધાનનો કાફલો અટકી ગયો હતો તે સ્થળથી પાકિસ્તાન બોર્ડર માત્ર 20 કિમી જ દૂર છે.

5 રાજ્યોના ચૂંટણી પરિણામો આવ્યા

આ વર્ષે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર એમ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થયા છે. જેણે દેશની રાજનીતિને નવી દિશા આપી છે. ભાજપે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પોતાની સત્તા ફરીથી મેળવીને ઈતિહાસ રચ્યો છે. સીએમ યોગીએ યુપીમાં અખિલેશનો ઘેરાવ કર્યો. તો પંજાબમાં અરવિંદ કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીએ પોતાના ઝાડુથી વિપક્ષનો સફાયો કરી નાખ્યો. હવે દિલ્હીની બહાર પણ આમ આદમી પાર્ટીની પૂર્ણ બહુમતીની સરકાર છે. આ જીતે કેજરીવાલ રાષ્ટ્રીય સ્તરના નેતા હોવાનું સાબિત કર્યું છે. ગોવા અને મણિપુરમાં પણ ભાજપ ફરી સત્તામાં આવી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કોંગ્રેસને 25 વર્ષ પછી મળ્યા નવા પાર્ટી અધ્યક્ષ

રાજકારણમાં કોંગ્રેસને 25 વર્ષ પછી ગાંધી પરિવારની બહારથી પ્રમુખ મળ્યા. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેએ શશિ થરૂરને હરાવ્યા હતા. ચૂંટણીમાં ખડગેને 7,897 વોટ મળ્યા હતા. આ સાથે ખડગે પાર્ટીના બીજા દલિત અધ્યક્ષ છે.

મહારાષ્ટ્રમાં ભાજપ તરફી સરકાર

આ વર્ષે મહારાષ્ટ્ર અને બિહારમાં પણ સત્તા પરિવર્તન જોવા મળ્યું. મહારાષ્ટ્રમાં ઉદ્ધવની ખુરશી છીનવાઈ ગઇ. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં 40થી વધુ ધારાસભ્યોએ ઉદ્ધવ વિરુદ્ધ બળવો કર્યો હતો. બળવાખોર ધારાસભ્યોએ ભાજપ સાથે મળીને સરકાર બનાવી અને એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા.

બિહારમાં સત્તા પરિવર્તન

વર્ષ 2022માં એક તરફ જ્યાં મહારાષ્ટ્રમાં ભાજપે પોતાની સરકાર બનાવી. ત્યાં બીજી તરફ બિહારમાં નીતિશ કુમારે આરજેડી સાથે મળીને મહાગઠબંધનની સરકાર બનાવી અને ભાજપને સત્તામાંથી બહારનો રસ્તો બતાવ્યો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">