PM મોદીના જન્મદિને ભારતીયોની મહા ભેટ: વેક્સિનેશનનો વર્લ્ડ રેકોર્ડ, ચીનને રાખી દીધું પાછળ

World record of vaccination in India : ચીને એક દિવસમાં 2.24 કરોડ લોકોનું રસીકરણ કર્યું હતું. પણ ભારતે આજે ચીનને પછાડી રસીકરણમાં વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

PM મોદીના જન્મદિને ભારતીયોની મહા ભેટ: વેક્સિનેશનનો વર્લ્ડ રેકોર્ડ, ચીનને રાખી દીધું પાછળ
World record for vaccination in India on PM MODI's birthday, more than 24 million vaccinated in a single day (1)

DELHI : આજે વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતમાં રસીકરણનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. આજે રાતના 11:00 વાગ્યા સુધીમાં દેશમાં કુલ 2.50 કરોડથી વધુનું રસીકરણ થયું છે. દુનિયામાં એક દિવસમાં સૌથી વધુ રસીકરણ ચીનના નામે છે. ચીને એક દિવસમાં 2.24 કરોડ લોકોનું રસીકરણ કર્યું હતું. પણ ભારતે આજે ચીનને પછાડી રસીકરણમાં વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

આ તબક્કે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓ અને કોરોના વોરીયર્સને અભિનંદન પાઠવ્યા છે. ટ્વીટમાં તેમણે લખ્યું છે –

“દરેક ભારતીયને આજના રેકોર્ડ રસીકરણ નંબર પર ગર્વ થશે. હું આપણા ડોકટરો, ઇનોવેટર્સ, સંચાલકો, નર્સો, આરોગ્ય કમર્ચારીઓ અને તમામ ફ્રન્ટ લાઇન કામદારોના કામની નોંધ લઉં છું, જેમણે રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે મહેનત કરી છે. ચાલો આપણે COVID-19 ને હરાવવા માટે રસીકરણ વધારતા રહીએ.”

અગાઉ, 28 જૂનના રોજ ચીને એક જ દિવસમાં સૌથી વધુ લોકોનું રસીકરણ કરી કોરોના રસીનો રેકોર્ડ બનાવ્યો હતો. તે દિવસે ચીનમાં 2 કરોડ 24 લાખ 20 હજાર લોકોને રસી આપવામાં આવી હતી. ભારતે આજે 17 સપ્ટેમ્બરે તે રેકોર્ડ તોડ્યો અને આ મામલે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

રાજ્યોની વાત કરીએ તો આજે કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં સૌથી વધુ રસીઓ છે. કર્ણાટકમાં 26 લાખ 92 હજારથી વધુ રસીઓ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક દિવસમાં બે કરોડથી વધુ લોકોને કોરોના રસી આપવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. સાંજે 5 વાગ્યે જ દેશમાં 2 કરોડથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ થઇ ચુક્યું હતું, અને રાત્રે 12 વાગ્યે 2.50 કરોડથી વધુનું રસીકરણ પૂર્ણ થઇ ચુક્યું હતું, અને આ આંકડો સતત વધી રહ્યો હતો.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati