ભારતીય રેલવેમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતી મહિલા ઉમેદવારો માટે ખૂશ ખબરી આવી છે

ભારતીય રેલવેમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતી મહિલા ઉમેદવારો માટે ખૂશ ખબરી આવી છે

ભારતીય રેલવેમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતી મહિલા ઉમેદવારો માટે ખૂશ ખબરી આવી છે. રેલ પ્રધાન પિયૂષ ગોયલે જાહેરાત કરી છે કે, રેલવેમાં થનારી 9 હજારથી વધુની કોન્સ્ટેબલ અને સબ-ઈન્સ્પેક્ટરની ભરતીમાં મહિલાઓને 50 ટકા પદ ફાળવવામાં આવશે. મતલબ 50 ટકા પદ પર માત્ર મહિલાઓની ભરતી કરવામાં આવશે. જેને લઈને મહિલાઓ માટે ખૂબ સારી તક ઉભી થઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહત્વનું છે કે જાન્યુઆરી 2019માં ભારતીય રેલવે વિભાગે 2021 સુધી 10 ટકા આરક્ષણ હેઠળ 4 લાખથી વધુ લોકોને રોજગારી દેવાનો નિર્ણય કર્યો છે. સાથે ભરતીની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.

પિયૂષ ગોયલે કહ્યું કે, વર્તમાનમાં ભારતીય રેલવેમાં 15.06 લાખ કર્મચારીઓની સ્વીકૃત સંખ્યા છે. જેમાંથી 12.23 લાખ કર્મચારી કાર્યરત છે જો કે બાકીના 2.82 લાખ પદ ખાલી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પીયૂષ ગોયલે કહ્યું કે, છેલ્લા વર્ષે રેલ વિભાગમાં 1.51 લાખથી વધારે પદ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાંથી 1.31 લાખ પદ ખાલી રહી ગયા હતા. આ સાથે આગામી 2 વર્ષમાં લગભગ 99 હજાર જેટલા પદ ખાલી થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

2 વર્ષમાં રેલવેમાં 2.3 લાખ પદ પર ભરતી થશે

રેલ પ્રધાને જાન્યુઆરીમાં ઘોષણા કરી હતી કે, 2.3 લાખ પદ પર ભરતી આગામી 2 વર્ષમાં પૂરી કરી દેવાશે. 1.31 લાખ પદ પર નવી ભરતીનું પહેલો તબક્કો ફેબ્રુઆરીથી માર્ચ 2019 સુધીમાં આરક્ષણ નીતિ અનુસાર શરૂ કરી દીધી છે. તમામ સમૂદાયને પણ આરક્ષણ મળી શકશે.

  • Follow us on Facebook

Published On - 2:48 pm, Fri, 28 June 19

Click on your DTH Provider to Add TV9 Gujarati