પશ્ચિમ બંગાળમાં મહિલાઓને મળી રહી છે બળાત્કારની ધમકીઓ, કિશોરીઓને રાજ્ય બહાર મોકલવા માંગે છે માતાઓ

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ બંગાળમાં મહિલાઓને મળી રહેલી બળાત્કારની ધમકીઓ (threats of rape in West Bengal) અંગેની આ ચોંકાવનારી વાત કરી છે.

પશ્ચિમ બંગાળમાં મહિલાઓને મળી રહી છે બળાત્કારની ધમકીઓ, કિશોરીઓને રાજ્ય બહાર મોકલવા માંગે છે માતાઓ
રચનાત્મક તસ્વીર

West Bengal માં વિધાનસભા ચૂંટણી બાદ ફાટી નીકળેલી હિંસાઓએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદની હિંસામાં 16 જેટલા લોકોના મૃત્યુ થયા છે. હજી પણ આ હિંસા અટકવાનું નામ નથી લઇ રહી અને હવે હિંસાખોરો મહિલાઓને નિશાન બનાવવાની તૈયારીમાં છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ બંગાળમાં મહિલાઓને મળી રહેલી બળાત્કારની ધમકીઓ (threats of rape in West Bengal) અંગેની આ ચોંકાવનારી વાત કરી છે.

મહિલાઓને મળી રહી છે બળાત્કારની ધમકીઓ
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ શુક્રવારે કહ્યું હતું કે West Bengal માં હિંસા બાદ સ્થિતિનું નિરીક્ષણ કરવા પશ્ચિમ બંગાળ પહોંચેલી આયોગની એક ટીમને જાણવા મળ્યું છે કે ઘણી મહિલાઓને બળાત્કારની ધમકીઓ (threats of rape in West Bengal)મળી રહી છે અને તેઓ તેમની કિશોરીઓને રાજ્યની બહાર મોકલવા ઈચ્છી રહી છે. પોલીસ તેમની સુરક્ષા માટે અસરકારક પગલા ભરી રહી નથી. રેખા શર્માએ એક નિવેદનમાં એમ પણ કહ્યું કે પીડિતા ડરના કારણે પોતાની ફરિયાદો નોંધાવવામાં પણ અસમર્થ છે.

ઘર છોડી આશ્રયગૃહમાં રહેવા મજબુર બની મહિલાઓ
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે, ” West Bengal માં આયોગની ટીમે ઘણી પીડીતાઓ વિશે જાણકારી મેળવી છે કે જેઓ હિંસાના કારણે પોતાનું ઘર છોડીને આશ્રયસ્થાનમાં જ રોકાવ મજબુર બની છે.” ટીમને જાણ કરવામાં આવી હતી કે તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ દ્વારા મહિલાઓને માર મારવામાં આવ્યો હતો અને તેમના મકાનોને સળગાવી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યાં મહિલાઓ રહે છે ત્યાં આશ્રયસ્થાનોમાં પાયાની સુવિધાઓનો અભાવ હતો અને કહ્યું હતું કે તેમને યોગ્ય તબીબી સારવાર અને ખોરાક આપવામાં આવતો નથી.

સરકારને ત્રણ દિવસમાં સોગંદનામું રજૂ કરવાનો આદેશ
West Bengal માં હિંસા અંગેની એક PIL ની નોંધ લેતા કલકત્તા હાઈકોર્ટની પાંચ જજોની ખંડપીઠે રાજ્ય સરકારને ત્રણ દિવસની અંદર વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સોગંદનામું દાખલ કરવા આદેશ આપ્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણી પછીની હિંસાને કારણે બંગાળમાં લોકોનું જીવન અને સ્વતંત્રતા જોખમમાં છે. ખંડપીઠે રાજ્યના એડવોકેટ જનરલ કિશોર દત્તાને સોગંદનામામાં હિંસા ફાટી નીકળેલા વિસ્તારો અને તેમના નિયંત્રણ અથવા અટકાવવાના પગલાઓનો ઉલ્લેખ કરવા નિર્દેશ આપ્યો હતો.

Click on your DTH Provider to Add TV9 Gujarati