શું મમતા સરકાર પડી જશે? શુભેન્દુ અધિકારીએ આપ્યા સંકેત, કહ્યું 2024 સુધીમાં ઝારખંડ, રાજસ્થાન અને બંગાળની હાલત મહારાષ્ટ્ર જેવી થશે

પશ્ચિમ બંગાળ (West Bengal)ના વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતા શુભેન્દુ અધિકારીએ સોમવારે સંકેત આપ્યો કે 2024 સુધીમાં, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર મહારાષ્ટ્ર(Maharashtra)ની જેમ જ ભાવિનો સામનો કરશે.

શું મમતા સરકાર પડી જશે? શુભેન્દુ અધિકારીએ આપ્યા સંકેત, કહ્યું 2024 સુધીમાં ઝારખંડ, રાજસ્થાન અને બંગાળની હાલત મહારાષ્ટ્ર જેવી થશે
File photo: Mamata Banerjee and Shubhendu Adhikari
TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

Jun 28, 2022 | 8:56 AM

મહારાષ્ટ્ર(Maharashtra)માં સત્તાધારી શિવસેના(Shivsena)ના અનેક ધારાસભ્યોએ બળવો કર્યા બાદ રાજ્યમાં રાજકીય સંકટ (Maharashtra Political Crisis) ઊભું થયું છે. દરમિયાન, પશ્ચિમ બંગાળ(West Bengal)ના વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતા, શુભેન્દુ અધિકારી(Suvendu Adhikari) એ સોમવારે સંકેત આપ્યો છે કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર 2024 સુધીમાં સમાન પરિસ્થિતિનો સામનો કરશે. અધિકારીએ દાવો કર્યો હતો કે ટીએમસી સરકાર તેનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ પડી જશે. 

શુભેન્દુ અધિકારીએ એમ પણ કહ્યું કે મહારાષ્ટ્ર પછી બિન-ભાજપ શાસિત રાજ્યો ઝારખંડ અને રાજસ્થાન આવે છે. જે બાદ બંગાળનો નંબર આવશે. શુભેન્દુ અધિકારીના આ નિવેદન પર ટીએમસીએ પણ તીખી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીએ કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં હારથી નિરાશ થયેલ ભાજપ કેમ્પ સત્તા મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. સોમવારે શુભેંદુ અધિકારી કૂચ બિહાર જિલ્લામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તેમના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની સ્થિતિ પહેલા ઉકેલવી જોઈએ. આ પછી ઝારખંડ અને રાજસ્થાનનો વારો છે. ત્યાર બાદ પશ્ચિમ બંગાળ આવશે. તૃણમૂલ કોંગ્રેસ માટે પણ આવી જ સ્થિતિ રહેશે. 2026 સુધી સરકાર ચાલી શકશે નહીં. આ સરકાર 2024 સુધીમાં નીકળી જશે. 

દેશની જનતા ભાજપને જડબાતોડ જવાબ આપશે

શુભેન્દુ અધિકારીના નિવેદન પર કટાક્ષ કરતા તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ કુણાલ ઘોષે કહ્યું કે ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હારમાંથી તે હજુ સાજુ થઈ શક્યું નથી. ભાજપ સત્તા મેળવવા માટે કોઈપણ હદે જવા તૈયાર જણાય છે. જોરદાર પ્રચાર છતાં ભાજપને ચૂંટણીમાં કારમી હાર મળી. હવે તેઓ કોઈપણ રીતે સત્તા મેળવવા માંગે છે. તેમના નિવેદનો ભગવા છાવણીની નિરાશા દર્શાવે છે. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા સુખેન્દુ શેખર રાયે પણ કહ્યું કે શુભેન્દુ અધિકારીના નિવેદનો સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપે મહારાષ્ટ્રમાં આ સંકટ સર્જ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ દેશના દરેક વિપક્ષ શાસિત રાજ્યમાં પાછળ છે. દેશની જનતા તેને જડબાતોડ જવાબ આપશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati