Video: પત્નીએ રંગેહાથે તેના પતિ અને ગર્લફ્રેન્ડને પકડ્યા, પછી તો ગુસ્સે થયેલી પત્નીએ બંનેને ચંપલથી ઢીબી નાખ્યા

Video: પત્નીએ રંગેહાથે તેના પતિ અને ગર્લફ્રેન્ડને પકડ્યા, પછી તો ગુસ્સે થયેલી પત્નીએ બંનેને ચંપલથી ઢીબી નાખ્યા
File Photo

આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પત્ની તેના પતિ અને તેની ગર્લફ્રેન્ડની ચંપલથી પિટાઈ કરતી જોવા મળે છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Oct 20, 2021 | 6:02 PM


Viral Video: ભોપાલના કોહેફીઝા વિસ્તારમાં આવેલી એક જીમનો વીડિયો ઈન્ટરનેટ (Internet) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં પત્ની તેના પતિ અને એક યુવતીને ચંપલથી મારી રહી છે. કથિત રીતે જ્યારે તેની પત્નીને ખબર પડી કે તેનો પતિ જીમમાં અન્ય મહિલા સાથે અફેર કરી રહ્યો છે, ત્યારે પત્ની જીમમાં પહોંચી અને પછી શું થયું તે જોઈને સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યુ છે. વીડિયોમાં યુવકને છૂટાછેડા અને મુકદ્દમા વિશે વાત કરતા પણ સાંભળી શકાય છે. હાલમાં આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

 

જીમમાં આવતી યુવતી સાથે યુવકની મિત્રતા થઈ

ભોપાલના કોહેફીઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુનિસેક્સ જિમ છે. કથિત રીતે આ પરિણીત યુવાન જીમમાં (GYM) કસરત કરવા માટે જતો હતો. એક યુવતી પણ ત્યાં આવતી હતી, જેની સાથે તેની મિત્રતા થઈ. ઉપરાંત આ મિત્રતા ટૂંક સમયમાં અફેરમાં ફેરવાઈ ગઈ. તે દરમિયાન કથિત રીતે યુવકની પત્નીને આ અફેરની (Affair) જાણ થઈ, જે બાદ મહિલાએ પતિ અને છોકરીને રંગે હાથે પકડવાનું નક્કી કર્યું અને તે જીમમાં પહોંચી.

જુઓ વીડિયો

 

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પત્ની જિમ પહોંચતાની સાથે જ તેના પતિ અને યુવતીને ચંપલથી મારવાનું શરૂ કરે છે. દરમિયાન યુવક યુવતીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. વીડિયોમાં(Video) પત્ની તેના પતિના વાળ પકડીને ચંપલથી મારી રહી છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

કોર્ટમાં ત્રિપલ તલાકનો કેસ ચાલી રહ્યો છે 

વીડિયોમાં જોઈ શકાય છે કે જીમમાં હાજર લોકો ઉભા રહીને આ તમાશો જોઈ રહ્યા છે. યુવાનની પત્ની સાથે આવેલી મહિલા યુવકને સભ્યતાથી વાત કરવાનું જણાવે છે, ત્યારે યુવક કહે છે કે મેં ક્યારે ગેરવર્તન કર્યું? ત્યારે આ મહિલા કહે છે કે પત્ની અને બાળકોને ઘરમાં છોડીને તમે બહાર અફેર કરી રહ્યા છો. કથિત રીતે યુવક કહે છે કે મેં તેને કોર્ટમાં છૂટાછેડા(Divorce) આપી દીધા છે. ત્યારે પાછળથી અવાજ આવે છે કે તેમનો ટ્રિપલ તલાક કેસ ચાલી રહ્યો છે.

 

આ પણ વાંચો: Viral Video : 84 વર્ષના દાદીએ વિમાન ઉડાવ્યુ ! દાદીનું આ પરાક્રમ જોઈને તમે પણ ચોંકી જશો

 

આ પણ વાંચો: Video : કેન્સરને હરાવીને ઘરે પરત ફર્યો માસુમ, બાળકના પિતાની ખુશી જોઈને તમે પણ ભાવુક થઈ જશો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati