એક જ બિલ ઉપર રાજ્યસભામાં 200 વાર મતદાન કેમ થયુ ? જાણો સંપૂર્ણ વિગત

એક જ બિલ ઉપર રાજ્યસભામાં 200 વાર મતદાન કેમ થયુ ? જાણો સંપૂર્ણ વિગત
nirmala sitharaman ( File photo)

બિલ પર ચર્ચા અને નાણામંત્રીના જવાબમાં કુલ 2 કલાક 20 મિનિટનો સમય લાગ્યો. આ બિલને પસાર કરવામાં ગૃહનો 18 ટકા સમય લાગ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Apr 06, 2022 | 10:07 AM

રાજ્યસભામાં (Rajya Sabha) મંગળવારે  બિલ પસાર થાય તે પહેલા 200 થી વધુ ધ્વની મત લેવામાં આવ્યા હતા. એક જટિલ પ્રક્રિયા પછી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કોસ્ટ એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરીની (Company Secretary) સંસ્થાઓની કામગીરીમાં સુધારો કરવા માટે લાવવામાં આવેલા બિલને આખરે મંગળવારે મંજૂર કરવામાં આવ્યું હતું. ગૃહમાં કેટલાક વિપક્ષી સભ્યો દ્વારા સુધારાને નકારી કાઢવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં બહુમતી જોયા બાદ, નાણાપ્રધાન ( Finance Minister ) દ્વારા લાવવામાં આવેલા બીલને મંજૂર કરવામાં આવ્યુ હતુ.

આ બિલ ગયા અઠવાડિયે જ લોકસભામાં પસાર થયું હતું. ખાસ વાત એ હતી કે બિલ પર ચર્ચા અને નાણામંત્રીના જવાબમાં કુલ 2 કલાક 20 મિનિટનો સમય લાગ્યો હતો. આ બિલને પસાર કરવામાં ગૃહનો 18 ટકા સમય લાગ્યો હતો. CPI(M)ના જ્હોન બ્રિટાસે સુધારા માટે નિયમ 163 હેઠળ નોટિસ આપી હતી. જ્યારે સીપીઆઈના બિનય વિશ્વમે પણ કેટલાક સુધારાની દરખાસ્ત કરી હતી. ગૃહ દ્વારા બીલની તમામ દરખાસ્તોને મંજૂરી લેવી જરૂરી હતી. આ કારણે બિલ પસાર કરવા માટે રાજ્યસભામાં 200 વખત ધ્વની મત લેવામાં આવ્યો હતો.

બિલ પરની ચર્ચાના જવાબમાં સીતારમણે કહ્યું કે, આ બીલમાં એવી કોઈ જોગવાઈ નથી, જે ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરીઓની સ્વાયત્તતાનું ઉલ્લંઘન કરતી હોય. તેમણે એમ પણ કહ્યું કે સરકારનો આ ત્રણેય સંસ્થાઓના કામકાજમાં દખલગીરી કે હસ્તક્ષેપ કરવાનો કોઈ ઈરાદો નથી અને આવો કોઈ પ્રસ્તાવ પણ નથી.

નાણામંત્રીએ કહ્યું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરી સાથે સંબંધિત સંસ્થાઓ અલગથી કામ કરે છે. તેમણે કહ્યું કે આ ત્રણ સંસ્થાઓના સંચાલન અંગે કાયદો લાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. તેઓ અલગ-અલગ કાયદા હેઠળ કામ કરવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે યુએસએ, યુકે, કેનેડા અને દક્ષિણ આફ્રિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં આ ક્ષેત્રમાં સારું કામ થયું છે. અમે આ સારા અનુભવોની તર્જ પર પારદર્શિતા અને જવાબદારી લાવવા માંગીએ છીએ, એમ નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

આ પણ વાંચોઃ

7th Pay Commission : મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક લાભની ભેટ આપશે, DA બાદ હવે HRA વધારવાના મળ્યા સંકેત

આ પણ વાંચોઃ

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં એન્કાઉન્ટર, પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમનું ઓપરેશન ચાલુ, એક આતંકી ઠાર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati