કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ પર PM મોદીનો ફોટો કેમ ? કેરળ હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ

પિટિશનર પીટર માયાલીપરમ્પિલે દલીલ કરી છે કે તેણે રસીના બે ડોઝ માટે ચૂકવણી કરી હોવાથી, પ્રમાણપત્ર તેની અંગત માહિતી સાથેનું તેમનું 'ખાનગી સ્થળ' છે અને વ્યક્તિની ગોપનીયતામાં દખલ કરવી અયોગ્ય છે.

કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ પર PM મોદીનો ફોટો કેમ ? કેરળ હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ
રચનાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 10:24 AM

કેરળ હાઈકોર્ટે (Keral High Court) મંગળવારે કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર (Covid Vaccination Certificate) માંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની તસવીર હટાવવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. જસ્ટિસ એન નાગરેશે એક વરિષ્ઠ નાગરિકની અરજી પર કેન્દ્ર અને કેરળ સરકારને નોટિસ પાઠવીને તેમનો પક્ષ રજૂ કરવા કહ્યું છે. અરજદારે દાવો કર્યો છે કે તેમના રસીકરણ પ્રમાણપત્ર પર વડાપ્રધાનની તસવીર મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્યને આગામી સુનાવણીની તારીખ પહેલા તેમના પ્રતિ સોગંદનામા દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. પિટિશનર પીટર માયાલીપરમ્પિલે દલીલ કરી છે કે તેણે રસીના બે ડોઝ માટે ચૂકવણી કરી હોવાથી, પ્રમાણપત્ર તેની અંગત માહિતી સાથેનું તેમનું ‘ખાનગી સ્થળ’ છે અને વ્યક્તિની ગોપનીયતામાં દખલ કરવી અયોગ્ય છે.

અરજી અનુસાર, “અરજીકર્તાએ ખાનગી હોસ્પિટલમાંથી કોવિડ રસીના બંને ડોઝ મેળવ્યા છે અને તે પછી તેને રસીકરણનું પ્રમાણપત્ર મળ્યું છે. સર્ટિફિકેટમાં વડાપ્રધાનની રંગીન તસવીર અને તેમનો સંદેશ છે – ‘દવાઈ ભી અને કડાઈ ભી (મલયાલમમાં), એક જૂટ ભારત કોવિડને હરાવી શકે છે. (અંગ્રેજી માં)”

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

રાષ્ટ્રીય ઝુંબેશ પીએમના મીડિયા અભિયાનમાં બદલાઈ ગઈ: અરજકર્તા અરજદારે આરોપ લગાવ્યો કે કોવિડ-19 સામેના રાષ્ટ્રીય અભિયાનને વડાપ્રધાનના મીડિયા અભિયાનમાં ફેરવવામાં આવ્યું હતું. તેમણે કેન્દ્ર સરકાર પાસેથી વડાપ્રધાનની તસવીર વગરના પ્રમાણપત્રની પણ માંગણી કરી હતી, જોકે તેમને કોઈ જવાબ મળ્યો નહોતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “સરકારના ભંડોળનો ઉપયોગ કરીને સરકારના કોઈપણ સંદેશ અથવા અભિયાનમાં કોઈપણ રાજકીય પક્ષના કોઈ પણ વ્યક્તિની પ્રશંસા કરવી જોઈએ નહીં.”

અરજદારે અગાઉના એક કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો કે સર્વોચ્ચ અદાલતે કોમન કોઝ વિ યુનિયન ઓફ ઈન્ડિયાએ નિર્દેશ આપ્યો હતો કે સરકારી ખર્ચ પરની કોઈપણ નીતિની સફળતા પર અથવા કોઈપણ એક પહેલની શરૂઆત પર કોઈ એક વ્યક્તિને ક્રેડિટ આપવી જોઈએ નહીં. . પીટરે બે મહિના પહેલા આવી જ અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી જસ્ટિસ પીબી સુરેશ કુમારે કરી હતી.

‘અન્ય દેશોમાં પ્રમાણપત્ર પર કોઈ વ્યક્તિની તસવીર નથી’ અગાઉની સુનાવણી દરમિયાન, અરજદારે અમેરિકા, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, જર્મની સહિતના ઘણા દેશોના રસીકરણ પ્રમાણપત્રો પણ દર્શાવ્યા હતા, જેમાં જણાવ્યું હતું કે તેમાં પ્રમાણપત્ર પર તમામ જરૂરી માહિતી છે અને સરકારના વડાઓના ફોટોગ્રાફ્સ નથી. અરજદારે એમ પણ કહ્યું કે તેણે આ સર્ટિફિકેટ પોતાની સાથે ઘણી જગ્યાએ લઈ જવું પડે છે અને સર્ટિફિકેટમાં પીએમની તસવીરની કોઈ પ્રાસંગિકતા નથી.

અગાઉ કેન્દ્ર સરકાર રસીના પ્રમાણપત્રમાં વડાપ્રધાનની તસવીરનો બચાવ કરતી રહી છે. સરકારનું કહેવું છે કે પીએમ મોદીનો ફોટો કોવિડ-19 સામે જાગૃતિ લાવવામાં મદદ કરે છે. જ્યારે પાછલા સંસદ સત્રમાં આ પ્રશ્ન આવ્યો ત્યારે આરોગ્ય રાજ્ય મંત્રી બીપી પવારે કહ્યું હતું કે આ જાગૃતિને પ્રોત્સાહન આપવાનો એક આદર્શ માર્ગ છે.

આ પણ વાંચો: Kitchen Hacks : કાકડીથી લઈને સ્ટ્રોબેરી સુધી, લાંબા સમય સુધી તાજું રાખવા અપનાવો આ સરળ ટિપ્સ

આ પણ વાંચો: IND vs NZ: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના ફુડ મેનુમાં હલાલ મીટ સામેલ કરવાનો મામલો, હવે BJP પ્રવક્તાએ કહ્યુ BCCI નિર્ણય બદલે

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">