ટૂંકા અંતરની મુસાફરી માટે કેમ વસુલવામાં આવી રહ્યું છે વધુ ભાડુ ? રેલવે મંત્રાલયે શું કહ્યું જાણો

કોરોનાની મહામારી વચ્ચે થોડી થોડી ટ્રેનો હવે શરુ થઇ રહી છે. ત્યારે વધુ ભાડાને લઈને રેલ્વે વિભાગ પર સવાલો ઉભા થયા હતા. આ બાબતને લઈને રેલ્વે મંત્રાલયે સ્પષ્ટતા આપી છે.

ટૂંકા અંતરની મુસાફરી માટે કેમ વસુલવામાં આવી રહ્યું છે વધુ ભાડુ ? રેલવે મંત્રાલયે શું કહ્યું જાણો
પ્રતિકાત્મક તસ્વીર
Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Feb 25, 2021 | 10:45 AM

ભારતીય રેલ્વેએ બુધવારે રેલવે મુસાફરો પાસેથી ટૂંકા અંતરની મુસાફરી માટે વસૂલવામાં આવતા વધુ ભાડા અંગે સ્પષ્ટતા કરી છે. આ અંગે મીડિયાના કેટલાક વિભાગોમાં વધુ ભાડાના અહેવાલ આપ્યા બાદ મંત્રાલયે ખુલાસો જારી કર્યો હતો.

ભારતીય રેલ્વેએ જણાવ્યું હતું કે બિનજરૂરી ટ્રાવેલ ઘટાડવાના માટે ભાડામાં નજીવો વધારો કરવામાં આવ્યો છે. કોવિડ -19 લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ રેલ્વે ફક્ત સ્પેશીયલ ટ્રેનો ચલાવી રહી છે. શરૂઆતમાં ફક્ત લાંબા અંતરની ટ્રેનો ચલાવવામાં આવતી હતી, પરંતુ હવે ટૂંકા અંતરની પેસેન્જર ટ્રેનો પણ કાર્યરત કરવામાં આવી છે.

રેલવે મંત્રાલયના નિવેદન અનુસાર કોવિડ -19 ને ધ્યાનમાં રાખીને, ખાસ જોગવાઈ હેઠળ આ ટ્રેનોમાં ભાડું એટલા જ અંતરની અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનો જેટલું નક્કી કરવામાં આવ્યું છે. મુસાફરો અને લોકલ ટ્રેન સેવાઓ ફરી શરૂ થયા બાદ ભાડા વધારાના મામલે રેલ્વેને મુસાફરોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

ઉદાહરણ તરીકે, અમૃતસરથી પઠાણકોટનું ભાડુ હવે 55 રૂપિયા છે જે અગાઉ 25 રૂપિયા હતું. આવી જ રીતે જલંધરથી ફિરોજપુર સુધીના ડીએમયુનું ભાડુ 30 રૂપિયાથી વધીને 60 રૂપિયા થઈ ગયું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “રેલ્વે જણાવવા માંગે છે કે ટૂંકા અંતરની ટ્રેનોના ભાડામાં આ થોડો વધારો લોકોની બિનજરૂરી મુસાફરી અટકાવવા માટે કરવામાં આવ્યો છે.”

તેમાં લખ્યું છે કે, “કોવિડ -19 હજુ ફેલાયેલો છે અને કેટલાક રાજ્યોમાં પરિસ્થિતિ કથળી રહી છે.ઘણા રાજ્યોથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે અને મુસાફર નિરાશ થાય છે. ભાડામાં થોડો વધારો થતાં રેલવે દ્વારા ટ્રેનોમાં ભીડ અને કોવિડ -19 ના ફેલાવાએ અટકાવવાના પ્રયાસ તરીકે જોવું જોઈએ. ”

તમને જણાવી દઇએ કે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ગત વર્ષે 22 માર્ચથી ટ્રેનોને રોકી દીધી હતી. જોકે ત્યારબાદ ઘણી ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી છે, હજી પણ નિયમિત ટ્રેનો શરૂ કરવાની બાકી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati