કેમ Drone બની શકે છે સુરક્ષા એજન્સી માટે મોટો પડકાર, સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો

રિપોર્ટ અનુસાર આ હુમલામાં 2 ડ્રોન દ્વારા 2-2 કિલોના ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈઝ એટલે આઈઈડી 100 મીટરની ઉંચાઈ નીચે ફેંકવામાં આવ્યા હતા. બંન્ને હુમલા અંદાજે 6 મિનિટના સમયગાળા દરમિયાન થયા હતો,

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 4:48 PM

Drone:  જમ્મૂ એરફોર્સ સ્ટેશન (Jammu Air Force Station) પર 2 બોમ્બ ફેંકનાર આ ડ્રોન ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા હતા. વિસ્ફોટનો માસ્ટમાઈન્ડ કોણ છે. શું આ કોઈ મોટી આતંકી ઘટનાની રેકી હોઈ શકે છે. દેશની સુરક્ષા એજન્સીઓ (Security agency) આવા કેટલાક સવાલો શોધી રહી છે.

27 જૂનના રોજ જમ્મુ એરફોર્સ સ્ટેશન (Jammu Air Force Station)ના ટેક્નિકલ વિસ્તારમાં ડ્રોન દ્વારા 2 બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. ટેક્નિકલ એરિયા એ વિસ્તાર હોય છે જ્યાં વિમાન અને હેલીકૉપ્ટરના ભાગો સાથે રાખવામાં આવે છે. આ બંન્ને બ્લાસ્ટમાં કોઈ પણ વિમાન કે હેલીકૉપ્ટરને કોઈ જ નુકસાન થયું નથી, પરંતુ ડ્રોન (Drone)નો ઉપયોગ કરીને વિસ્ફોટ કરવાની આ આતંકી ઘટનાએ સુરક્ષા એજન્સીઓ (Security agency)ની ચિંતામાં વધારો કર્યો છે.

સૌથી પહેલા તમને જણાવીએ કે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર 27 જૂનના રોજ શું થયું?

રિપોર્ટ અનુસાર આ હુમલામાં 2 ડ્રોન દ્વારા 2-2 કિલોના ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈઝ એટલે આઈઈડી 100 મીટરની ઉંચાઈ નીચે ફેંકવામાં આવ્યા હતા. બંન્ને હુમલા અંદાજે 6 મિનિટના સમયગાળા દરમિયાન થયા હતો, પ્રથમ હુમલો શનિવાર મોડી રાત્રે 1 કલાક 40 મિનિટ પર બીજી હુમલો 6 મિનિટ બાદ થયો હતો. આ ધમાકાના કારણે એક ઈમારતની છતનો ભાગ ધરાશાય થયો હતો અને 2 જવાન ઘાયલ થયા હતા.

 

 

પરંતુ અત્યાર સુધી આ વાતનો કોઈ ખુલાસો નથી કે ડ્રોન સરહદની પાર પાકિસ્તાન (Pakistan)થી આવ્યા હતા કે પછી ડ્રોનને જમ્મુ (Jammu)માંથી ઓપરેટ કરવામાં આવી રહ્યા હતા, જમ્મૂ એરફોર્સ સ્ટેશન પાકિસ્તાન બોર્ડરથી અંદાજે 15 કિલોમીટર દુર છે જે ડ્રોનની રેન્જમાં છે.

માનવામાં આવી રહ્યું છે કે આ હુમલા માટે ક્વાડકોપ્ટર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સાઈઝમાં ખુબ નાનું હતુ. પરંતુ ધમાકા બાદ ઘટના સ્થળ પર ડ્રોનના કોઈ પાર્ટસ મળ્યા નથી અને કહેવામાં આવી રહ્યું છે કે, જ્યાંથી ડ્રોન આવ્યું હતુ ત્યાંથી જ ડ્રોન વિસ્ફોટક સામગ્રી નાંખી પરત ફર્યું હતુ.

શું પહેલા પણ ડ્રોનનો ઉપયોગ થયો છે 

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના ડીજીપી દિલબાગ સિંહે ડ્રોન હુમલાને આતંકી હુમલો ગણાવ્યો છે. જેનો મતલબ એ છે કે પ્રથમ વખત દેશમાં ડ્રોન (Drone) દ્વારા કોઈ આતંકી હુમલા (Terrorist attack)ને અંજામ આપવામાં આવ્યો હતો, પરંતુ ક્રૉસ બૉર્ડર ડ્રોન એક્ટિવિટીઝ પહેલા પણ જોવા મળી હતી. પંજાબમાં ડ્રગ્સની તસ્કરી અને જમ્મુમાં હાથિયારના સપ્લાય માટે પાકિસ્તાન (Pakistan) આવા ડ્રોનનો ઉપયોગ કરે છે.

શું ડ્રોન બની શકે છે મોટો પડકાર

ડ્રોન (Drone)નો મતલબ થાય છે માનવરહિત વિમાન, જેને હવે તો ફિલ્મોના શૂંટિગથી લઈ ફોટોગ્રાફી સુધી ઉપયોગ કરવામાં આવે છે. દેશની સરહદ પર સિક્યોરિટી અને ડિલીવરીની દુનિયા માટે ડ્રોન મોટી શોધ છે, પરંતુ આતંકીઓના હાથમાં આ ડ્રોન ઘાતક હથિયાર સાબિત થઈ શકે છે, કારણ કે ડ્રોન દ્વારા આતંકીઓ મોટી ઘટનાને અંજામ આપી શકે છે.

ખાસ વાત એ છે કે ડ્રોન અટેક માટે ન તો કોઈ ઈન્ફાસ્ટ્રક્ચર કે પછી લૉન્ચ પૈડની જરુર પડે છે. તેમજ ડ્રોનની ખરીદી માટે આતંકવાદીઓને કોઈ સહાયક દેશ અથવા આંતરરાષ્ટ્રીય બ્લેક માર્કની જરુર પડે છે, જેને કોઈ પણ બજારથી કે પછી ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર (online Order)પણ કરી શકાય છે કારણ કે તેમની ખરીદી માટે કોઈ લાયસન્સની જરુર પડતી નથી. પરંતુ રાહતની વાત એ છે કે આ ડ્રોનની એન્ટ્રી-ડ્રોન ટેક્નિકની મદદથી નાશ કરી શકાય છે.

શું ભારતની પાસે છે એન્ટી ડ્રોન સિસ્ટમ?

ભારતમાં DRDOએ 2 એન્ટી ડ્રોન સિસ્ટમ વિકસિત કરી છે, જે દુશ્મનના ડ્રોનને ઠાર કરવામાં સક્ષમ છે, આ સિસ્ટમની તૈયારી છેલ્લા વર્ષે સ્વતંત્રતા દિવસ દરમિયાન દિલ્હીના લાલ કિલ્લા પરથી કરવામાં આવી હતી. જેમાં એક સિસ્ટમ ડ્રોનના કોમ્યુનિકેશનને જામ કરી શકે છે.

જેનાથી ડ્રોન આપોઆપ નીચે પડી જાય છે, બીજી સિસ્ટમ જે લાલ કિલ્લા પર તૈનાત કરવામાં આવી હતી. જે લેજર બેસ્ડ ડાયરેક્ટેડ એનર્જી વેપન છે, જે નાનામાં નાના ડ્રોન(Drone)થી લઈ બીમ દ્વારા ઠાર કરી શકે છે. હવાઈ હુમલાથી હલ મેળવવા માટે જે સિસ્ટમ દુનિયાભરમાં સૌથી વધુ ચર્ચામાં છે, તે ઈઝરાયલનું આયરન ડોમ સિસ્ટમ, પરંતુ વાત જ્યારે ડ્રોનની આવી છે તો આ સિસ્ટમ ફેલ થઈ જાય છે.

શું છે આયરન ડોમ સિસ્ટમ?

આયરન ડોમ સિસ્ટમ એક મોટી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો ભાગ છે, જેનાથી ઈઝરાયલે લાખો ડોલર ખર્ચ કરી બનાવ્યો છે. આયરન ડોમ સિસ્ટમથી શોર્ટ રેન્જની કોઈ પણ મિસાઈલ, રોકેટ, એરક્રાફટ કે પછી હેલિકૉપ્ટર્સને ન્યૂટ્રલાઈઝ કરવામાં આવી શકે છે પરંતુ હવે ઈઝારયલે પૈસા ખર્ચી એક લેઝર સિસ્ટમ ડેવલપ કરી છે જેનું ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે.

આ સિસ્ટમથી લેઝર દ્વારા હવામાં જ રોકેટ, મિસાઈલ અથવા ડ્રોનને ઠાર કરી શકાય છે. આગામી ત્રણ વર્ષમાં ઈઝરાયલ તેની ગતિ 20 કિલોમીટર સુધી વધારવાનો દાવો કરી રહ્યું છે. આ સિસ્ટમને હવાઈ જહાજ, જહાજ કે પછી ગ્રાઉન્ડ ક્યાંય પણ લગાડી શકાય છે.

ડ્રોન હથિયારનો ઉપયોગ સૌથી પહેલા ક્યાં થયો હતો?

9/11 હુમલા બાદ અમેરિકી સિક્યોરિટી (US Security) એજન્સીએ તાલિબાની લીડર મુલ્લા ઉમરને ડ્રોનથી ટાર્ગેટ કર્યો હતો, 9/11ના માસ્ટર માઈન્ડ ઓસામા બિન લાદેનના ઠેકાણાને અમેરિકી એજન્સીઓએ ડ્રોનની મદદથી શોધી કાઢ્યું હતુ.

સીરિયા અને ઈરાકમાં આતંકિયો વિરુદ્ધ ડ્રોનની મદદથી અમેરિકામાં બોમ્બમારી બાદ આતંકવાદી સંગઠન ISIS પણ હુમલા માટે વિસ્ફોટકની ડ્રોનનો ઉપયોગ કરતું આવ્યું છે. ગત્ત વર્ષે અર્મેનિયા અને અઝરબૈઝાનની જંગમાં પણ ડ્રોનનો ઉપયોગ થયો છે. એટલે કે ડ્રોન હવે યુદ્ધનો મહત્વનો ભાગ બની ચૂકયું છે.

આ પણ વાંચો : Dreams : માત્ર સપના જોવામાં જિંદગીના આટલા વર્ષો ખર્ચ કરે છે માણસ, જાણો સપના સાથે જોડાયેલું રોચક તથ્ય

Follow Us:
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">