‘અવની’ વાઘણ મામલે SUPREME COURTની મહારાષ્ટ્રનાં અધિકારીઓને નોટીસ, હત્યારાઓને પુરસ્કાર કેમ આપ્યો?

'અવની' વાઘણ મામલે SUPREME COURTની મહારાષ્ટ્રનાં અધિકારીઓને નોટીસ, હત્યારાઓને પુરસ્કાર કેમ આપ્યો?

સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ વિકાસ ખડગે આઈએએસ અને આઠ અન્ય લોકોને 2018 માં યવતમાલ જિલ્લામાં  વાઘ અવનીના હત્યારાઓને પુરસ્કાર આપવા બદલ નોટિસ ફટકારી હતી.

Charmi Katira

| Edited By: Pinak Shukla

Feb 11, 2021 | 7:56 AM

સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ વિકાસ ખડગે આઈએએસ અને આઠ અન્ય લોકોને 2018 માં યવતમાલ જિલ્લામાં  વાઘ અવનીના હત્યારાઓને પુરસ્કાર આપવા બદલ સુપ્રીમ કોર્ટે (SUPREME COURT)નોટિસ ફટકારી હતી.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વન્યપ્રાણી સંશોધનકાર સંગીત ડોંગરા દ્વારા દાખલ કરેલી અરજી પર નોટિસ ફટકારી હતી જેમાં જણાવ્યું છે કે અદાલતની સૂચનાનો ભંગ કરીને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ડોંગરાએ એવો દાવો પણ કર્યો હતો કે વન અધિકારીઓએ ‘અવની’ ની હત્યા એક પાયાવિહોણા આરોપ હત્યા કરી હતી. લોકોનું માનવું હતું કે, 13 લોકોની હત્યા કરનાર વાઘણ માણસો ખાતી વાઘણ હતી. ડોંગરાએ રજૂઆત કરી હતી કે વાઘણના પોસ્ટ મોર્ટમ અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે તે કોઈ માણસભક્ષી નથી.

આ તકે સીજેઆઈએ પૂછ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા માણસભક્ષી છે કે કેમ તે જાણવાનું શક્ય બનાવ્યું છે. ડોંગરાએ સ્પષ્ટતા કરી હતી, ” માણસભક્ષી પ્રાણીઓમાં 6 મહિના સુધી માનવ વાળ, નખ, દાંત, આંતરડા હશે. તેના શરીરમાં કોઈ માનવ અવશેષો મળ્યાં નથી.”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati