બાબા કા ઢાબાના કાંતા પ્રસાદે કેમ કરી હતી આત્મહત્યાની કોશિશ? બાબાએ આપ્યું ચોંકાવનારૂ કારણ

બાબા કા ઢાબાથી પ્રખ્યાત થયેલા બાબાએ આત્મહત્યાની કોશિશ કરી હતી. તેમની તબિયતમાં સુધાર આવતા તેમને હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી. આ બાદ બાબાએ આત્મહત્યા કરવાના પ્રયત્ન પાછળનું કારણ જણાવ્યું છે.

બાબા કા ઢાબાના કાંતા પ્રસાદે કેમ કરી હતી આત્મહત્યાની કોશિશ? બાબાએ આપ્યું ચોંકાવનારૂ કારણ
કાંતા પ્રસાદ, તેમની પત્ની અને ગૌરવ વાસન

કોરોનાની શરૂઆતમાં લાગેલા લોકડાઉન બાદ બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદ ચર્ચામાં છે. તેઓએ તાજેતરમાં આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાંતા પ્રસાદ હોસ્પિટલથી સાજા થઈને હવે ઘરે પાછા આવી ગયા છે. અને આ મામલે હવે તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસને આપેલા નિવેદનમાં કાંતા પ્રસાદે આત્મહત્યાના પ્રયત્નનું કારણ જણાવ્યું છે.

બાબા ઉર્ફ કાંતા પ્રસાદે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે તેમને યુટ્યુબર ગૌરવ વાસનની માફી માંગવા મજબુર કરવામાં આવ્યા હતા. બાબાએ કહ્યું કે તેમના પણ ઘણા યુટ્યુબર્સે દબાણ કર્યું. આ કારણે તેમને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જોકે પોલીસે હાલમાં ગૌરવ કે કોઈ યુટ્યુબર્સ પર કેસ નોંધ્યો નથી. પરંતુ પોલીસ આ ઘટનામાં સંકળાયેલ લોકોની કથિત ભૂમિકાની તપાસ કરી રહી છે. કાંતા પ્રસાદની કોલ ડીટેઈલ્સના આધારે પોલીસની તપાસ ચાલુ છે.

હોસ્પિટલથી ઘરે આવ્યા કાંતા પ્રસાદ

અહેવાલ અનુસાર દક્ષિણ જિલ્લા DSP અતુલ કુમારે જણાવ્યું કે કાંતા પ્રસાદની તબિયત હવે સારી છે. તે સફદરજંગ હોસ્પિટલથી પોતાના ઘરે પરત આવ્યા છે. બાબાએ આત્મહત્યાની કોશિશ કરી હતી આ બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીના નિવેદન મુજબ બાબાની હાલત ખૂબ ગંભીર હતી. તેમને વેન્ટિલેટર પર મુકાયા હતા. તેમની હાલત સુધરતાં આઈસીયુમાં દાખલ કરાયા હતા.

બાબાએ લગાવ્યા ગંભીર આરોપ

અહેવાલો અનુસાર કાંતા પ્રસાદ ઉર્ફ બાબાએ ગુરુવારે નિવેદન આપ્યું હતું. જ્યારે કાંતા પ્રસાદે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમના દીકરાએ જણાવ્યું હતું કે તેમને દારુ પીને ઊંઘની ગોળીઓ ગલી લીધી છે. દીકરાના જણાવ્યા અનુસાર ઢાબો સારી રીતે ના ચાલતા તેઓ પરેશાન હતા. તેમની પત્નીએ પણ આવું જ કંઇક નિવેદન આપ્યું હતું. જો કે બાબાએ હવે અલગ નિવેદન આપતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. બાબાનો આરોપ છે કે તેમને માફી માંગવા માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો: Photos: આ સ્વદેશી વિમાનવાહક જહાજ નૌકાદળની તાકાતમાં કરશે વધારો, જાણો તેના વિશે

આ પણ વાંચો: વેક્સિનની અસર: અમેરિકામાં દાવો, કોરોનાથી મરનારા લોકોમાં 98% એ નહોતી લીધી વેક્સિન

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati