AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિરની સુરક્ષા કોણ કરશે ? અત્યાર સુધી CRPF કરતી હતી સુરક્ષા

કેન્દ્ર સરકારના સૂત્રોનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની સુરક્ષા રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં છે. સીઆરપીએફ લાંબા સમયથી ત્યાં તહેનાત છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર મંદિર પરિસરમાં સીઆરપીએફ તૈનાત કરવામાં આવી હતી. આ ઉપરાંત યુપી પોલીસ અને પીએસી પણ રામ મંદિર પરિસરમાં તહેનાત કરવામાં આવી છે.

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિરની સુરક્ષા કોણ કરશે ? અત્યાર સુધી CRPF કરતી હતી સુરક્ષા
Ram Mandir, Ayodhya
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2024 | 2:22 PM
Share

અયોધ્યામાં 70 એકર જમીન પર બની રહેલા રામ મંદિરમાં, આગામી 22 જાન્યુઆરીએ યોજાનાર રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મંદિર સંકુલની સુરક્ષાને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવાઈ છે. આતંકવાદીઓ દ્વારા રામ મંદિર પરિસર પર હુમલો કરવાની ધમકીઓ મળી રહી છે. મંદિર સંકુલને સંપૂર્ણપણે ‘નો-ફ્લાઈંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યું છે. અહીંથી ડ્રોન, એરોપ્લેન કે હેલિકોપ્ટર ઉડી કે પસાર થઈ શકશે નહીં. આત્મઘાતી હુમલા અને ડાર્ક નેટ જેવી ધમકીઓ સામે રામ મંદિર માટે અજોડ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં સીઆરપીએફ આ મંદિર પરિસરની સુરક્ષા સંભાળી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયા બાદ મંદિરની સુરક્ષા ઉત્તર પ્રદેશ વિશેષ સુરક્ષા દળને સોંપવામાં આવશે.

કેન્દ્ર સરકારના સૂત્રોનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની સુરક્ષા રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં છે. સીઆરપીએફ લાંબા સમયથી ત્યાં તહેનાત છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર મંદિર પરિસરમાં સીઆરપીએફ તૈનાત કરવામાં આવી હતી. આ ઉપરાંત યુપી પોલીસ અને પીએસી પણ રામ મંદિર પરિસરમાં તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત યુપી પોલીસ અને પીએસી પણ મંદિર પરિસરમાં તહેનાત કરવામાં આવી છે.

ઉતરપ્રદેશ સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સ એટલે કે યુપીએસએસએફની રચના કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની માફક કરવામાં આવી છે. તેને સીઆરપીએફ, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને સીઆઈએસએફ દ્વારા તાલીમ આપવામાં આવી છે. મંદિરની સુરક્ષા માટે યુપીએસએસએફની સમર્પિત બટાલિયન તૈયાર કરવામાં આવી છે.

જો કે, 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન, સીઆરપીએફ મંદિર પરિસરની સુરક્ષા કરનાર મુખ્ય સુરક્ષા દળ હશે. આ પછી આ ફોર્સને ત્યાંથી હટાવી દેવામાં આવશે. મંદિર પરિસરના છ સ્તરીય સુરક્ષા કોર્ડનને તોડવું સરળ નથી. સુરક્ષા દળોને જી20 સમિટની જેમ વિશેષ પાસ આપવામાં આવી રહ્યા છે. જેથી કોઈ પણ સુરક્ષાકર્મી પોતાની ફરજમાંથી વિચલિત ન થાય. મંદિર પરિસરમાં અને તેની આસપાસ લગભગ 600 આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. હાલમાં સીઆરપીએફ, યુપીએસએસએફ અને પીએસી તેમજ સિવિલ પોલીસ અયોધ્યામાં દરેક જગ્યાએ હાજર છે.

આતંકવાદીઓ ‘પોલીસ અને આર્મી’ યુનિફોર્મમાં આવી શકે

ઘણી વખત એવા ઇનપુટ મળ્યા છે કે આતંકવાદી જૂથ રામ મંદિરની સુરક્ષાને તોડવામાં સક્રિય છે. જેમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના આતંકવાદી જૂથોનો પણ સમાવેશ થાય છે. આ જૂથ નેપાળ બોર્ડર દ્વારા મંદિર પર હુમલો કરવાની વ્યૂહરચના બનાવે છે. મંદિર પર આત્મઘાતી હુમલાની મોટી ધમકી પણ આપવામાં આવી છે. આવા ઈનપુટ્સમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે ‘પોલીસ અને આર્મી’નો યુનિફોર્મ પહેરીને મંદિરમાં આતંકી હુમલો થઈ શકે છે. આવા સંભવિત હુમલાઓને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરની સુરક્ષા મજબૂત કરવામાં આવી છે.

મંદિરની સુરક્ષા માટે સીઆરપીએફ, યુપીએસએસએફ અને પીએસી તેમજ સ્થાનિક પોલીસ તહેનાત છે. હવે મંદિરની સુરક્ષાની કાયમી જવાબદારી ઉતરપ્રદેશ સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સને મળી શકે છે, તેને ધ્યાનમાં રાખીને આ દળના જવાનોને ટ્રેનિંગ આપવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક સપ્તાહ પહેલા મંદિર પરિસરમાં અને તેની આસપાસ ખાસ સુરક્ષા કોર્ડન બનાવવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">