Gujarati News » National » | who is sneha dubey how she become an ifs cracked upsc in first attempt
Daughters Day : પાકિસ્તાનની બોલતી બંધ કરનાર સ્નેહા દુબે પર દરેક ભારતીયોને ગર્વ ! જાણો ભારતની આ બહાદુર દિકરી વિશે
વર્ષ 2014 માં સ્નેહા દુબે મેડ્રિડમાં ભારતીય દૂતાવાસમાં નિયુક્ત થયા હતા. બાદમાં તેને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના પ્રથમ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.
આ વખતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને કાશ્મીરની ધૂનનો જાપ કર્યો અને ભારતે આ વખતે પણ પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી છે. વૈશ્વિક સ્તરે ફરી એકવાર પાકિસ્તાને અપમાન સહન કરવાનો વારો આવ્યો છે. આ વખતે ભારત તરફથી જવાબ આપવા પ્રથમ સચિવ સ્નેહા દુબે હાજર હતા. તેમણે કાશ્મીર પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો અને બોલવાનું બંધ કરી દીધું. આજે દીકરીઓના દિવસે, દેશને સ્નેહા દુબે જેવી બહાદુર દિકરીઓ પર ગર્વ છે.
1 / 5
પાકિસ્તાનના PM ઇમરાન ખાનને અરીસો બતાવીને સ્નેહા દુબેએ કહ્યું કે, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ હતા, છે અને હંમેશા રહેશે. આમાં તે વિસ્તારોનો સમાવેશ થાય છે જે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ છે. અમે પાકિસ્તાનને તેના ગેરકાયદેસર કબજા હેઠળના તમામ વિસ્તારો ખાલી કરવા માટે કહીએ છીએ. UNGA માં સ્નેહાના આ જવાબ પછી, #SnehaDubey એ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવાનુ શરૂ થયુ હતુ.
2 / 5
છેલ્લા કેટલાક વર્ષોથી જોવામાં આવી રહ્યુ છે કે, ભારત યુએનમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે યુવા રાજદ્વારીઓને આગળ ધપાવી રહ્યું છે. ભારતીય વિદેશ સેવાના અધિકારી સ્નેહા માટે પણ આ એક મોટી તક હતી. તે ઘણી મહેનત અને સમર્પણ સાથે અહીં સુધી પહોંચી છે. સ્નેહા દુબેએ તેના પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસીમાં સફળતા મેળવી હતી. તે 2012 બેચના મહિલા IFS અધિકારી છે.
3 / 5
સ્નેહા દુબે ઝારખંડના જમશેદપુરની રહેવાસી છે.ત્યાં તેના પિતા એક કેબલ કંપનીમાં એન્જિનિયર હતા. તેમનો પરિવાર કેબલ ટાઉનમાં રહેતો હતો. પરંતુ વર્ષ 2000 માં કંપની અચાનક બંધ થયા બાદ તેમનો આખો પરિવાર ગોવા ગયો શિફ્ટ થયો હતો. તેના પિતાએ ત્યાં ફિનોલેક્સ કેબલ કંપનીમાં નોકરી શરૂ કરી હતી. તેની માતા શિક્ષિકા છે.
4 / 5
સ્નેહાએ પ્રારંભિક શિક્ષણ ગામમાંથી જ મેળવ્યું હતું. બાદમાં તેણે પૂણેની ફર્ગ્યુસન કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. ઉપરાંત તેમણે દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) માંથી એમએ અને એમફિલ કર્યું. તેણે પોતાના પ્રથમ પ્રયાસમાં જ UPSC પાસ કરીને અને IFS બની હતી.