
આજે ED એ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ BYJU’s ના CEO બાયજુ રવીન્દ્રનના રહેઠાણ અને વ્યવસાયિક ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા બેંગ્લોરમાં પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન ઘણા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. મહત્વનુ છે કે, હવે BYJU’S શું છે અને કઈ રીતે શરૂઆત થઈ તે અંગે જાણીએ
બાયજુનો જન્મ 1980 માં કેરળના અઝીકોડ ગામમાં ભૌતિકશાસ્ત્રના શિક્ષક રવિન્દ્રન અને માતા શોભનાવલ્લીને કે જઓ ગણિતના શિક્ષક હતા તેમને ત્યાં થયો હતો. તેમણે મલયાલમ માધ્યમની શાળામાં અભ્યાસ કર્યો જ્યાં તેમની માતા ગણિતના શિક્ષક અને પિતા ભૌતિકશાસ્ત્રના શિક્ષક હતા.તે શાળામાં વર્ગો છોડી દેતા અને પછી ઘરે શીખતા હતા.
કન્નુરની ગવર્નમેન્ટ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી બી.ટેક પૂર્ણ કર્યા બાદ, બાયજુ સર્વિસ એન્જિનિયર તરીકે બહુરાષ્ટ્રીય શિપિંગ કંપનીમાં જોડાયા હતા. 2003 માં વેકેશન દરમિયાન, તેણે તેના મિત્રોને મદદ કરી. જેઓ CAT પરીક્ષા માટે અભ્યાસ કરી રહ્યા હતા.ત્યારબાદ તેણે CAT પરીક્ષા આપી અને 100માં પર્સેન્ટાઈલ મેળવ્યા. જ્યારે બાયજુ ફરીથી પરીક્ષા આપી ત્યારે તેણે ફરીથી 100માં પર્સેન્ટાઈલ મેળવ્યા હતા. બે વર્ષ પછી, તેણે લોકોને CAT પરીક્ષા માટે અભ્યાસ કરવામાં મદદ કરવાનું ચાલુ રાખ્યું અને સારા પરિણામોના આધારે તેણે નોકરી છોડવાનો નિર્ણય કર્યો.
2007માં, બાયજુએ ટેસ્ટ તૈયારી વ્યવસાય બાયજુના ક્લાસીસની સ્થાપના કરી, અને કંપની સ્ટેડિયમ-સાઇઝના વર્ગોમાં વિકસતી ગઈ. 2011માં, તેમણે તેમની પત્ની, દિવ્યા ગોકુલનાથ સાથે બાયજુની સ્થાપના કરી, દિવ્યા ગોકુલનાથને પરીક્ષાની તૈયારીના વર્ગમાં વિદ્યાર્થી હતા ત્યારે મળ્યા હતા.
BYJU’S ની સ્થાપના 2011 માં “Think and Learn Pvt.” તરીકે કરવામાં આવી હતી. શિક્ષક અને એન્જિનિયર BYJU રવીન્દ્રન લિમિટેડ કે જે બેંગ્લોર સ્થિત કંપની ઝડપથી વિશ્વની સૌથી મોટી એડ-ટેક કંપનીઓમાંની એક અને ભારતમાં ટોચની 5 સૌથી મૂલ્યવાન ખાનગી ઇન્ટરનેટ કંપનીઓમાંની એક બની હતી.
BYJU’S ધ લર્નિંગ એપ, ભારતમાં 2015 માં લોન્ચ કરવામાં આવી હતી અને અને હાલ 6.5 મિલિયન વાર્ષિક ચૂકવણી કરનારા સબ્સ્ક્રાઇબર્સ સાથે વિશ્વભરના 100 મિલિયનથી વધુ નોંધાયેલા વિદ્યાર્થીઓ સુધી પહોચી હતી. વિદ્યાર્થીઓ આ BYJU’S પ્લેટફોર્મ પર શૈક્ષણિક સામગ્રીમાંથી શીખવામાં દિવસમાં સરેરાશ 71 મિનિટ વિતાવતા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
2019માં, Disney BYJU’S Early Learn App ભારતમાં વ્યક્તિગત, ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ ઓફર કરવા માટે લોન્ચ કરવામાં આવી હતી. મહત્વનુ છે કે, તાજેતરમાં જ BYJU’S એ ઉત્તર અમેરિકામાં પ્રી-K થી 3જી ગ્રેડ માટે, BYJU’S એ લર્નિંગ ઍપ અને BYJU’S મેજિક વર્કબુક્સ ડિઝની દર્શાવતો પ્રથમ પ્રોજેકટ શરૂ કર્યો છે.
હાલ સુધીની વાત કરવામાં આવે તો BYJU’S વિશ્વભરમાં 10,000 થી વધુ લોકોને રોજગારી પૂરી પડતું હતું. જેમાં 2,500+ ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો અને અભ્યાસક્રમનું સંશોધન અને વિકાસ કરનારા શિક્ષણ વિજ્ઞાન નિષ્ણાતોની સામગ્રી અને સંશોધન ટીમનો સમાવેશ થાય છે.
આ પાનાં વાંચો : EDએ બેંગલુરુમાં BYJU’sના CEO બાયજુ રવીન્દ્રનના ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા
ડિજિટલ-પ્રથમ કંપની BYJU’S એ ટાઈગર ગ્લોબલ, નેસ્પર્સ વેન્ચર્સ, CPPIB, પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ જનરલ એટલાન્ટિક, ચાન-ઝુકરબર્ગ ઈનિશિએટિવ, ટેન્સેન્ટ, સેક્વોઈયા કેપિટલ, લાઈટ્સસ્પીડ વેન્ચર પાર્ટનર્સ, સોફિના, વર્લિનવેસ્ટ, ઓવલની મજબૂત ભાગીદારી સાથે શિક્ષણમાં બદલાવ લાવવાનું ચાલુ રાખ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 3:24 pm, Sat, 29 April 23