નૂપુર શર્માને લઈને કોર્ટ રૂમમાં શું થયું? 10 પોઈન્ટ્સમાં જાણો તમામ માહિતી

સુપ્રીમ કોર્ટે (Supreme Court) નુપુર શર્માના વકીલની એ દલીલને પણ ફગાવી દીધી હતી, જેમાં તેણે કહ્યું હતું કે નૂપુર શર્માએ પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે.

નૂપુર શર્માને લઈને કોર્ટ રૂમમાં શું થયું? 10 પોઈન્ટ્સમાં જાણો તમામ માહિતી
Nupur SharmaImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 1:44 PM

Supreme Court on Nupur Sharma Statement: સુપ્રીમ કોર્ટે બીજેપી નેતા નુપુર શર્માને ઠપકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે તમારા નિવેદનના કારણે દેશની વર્તમાન સ્થિતિ બગડી છે. નુપુર શર્મા (Nupur Sharma) ઘણા રાજ્યોમાં નોંધાયેલી એફઆઈઆરને લઈને સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) ગઈ હતી. નૂપુરે તમામ કેસોને દિલ્હી ટ્રાન્સફર કરવાની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેમને ફટકાર લગાવી અને અરજી પાછી ખેંચી લેવા કહ્યું. સાથે જ તેમણે કહ્યું કે આજે દેશમાં જે પણ સ્થિતિ છે તેના માટે તેમનું નિવેદન જવાબદાર છે. સુપ્રીમ કોર્ટે નુપુર શર્માના વકીલની એ દલીલને પણ ફગાવી દીધી હતી, જેમાં તેણે કહ્યું હતું કે નુપુર શર્માએ પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે. આવો જાણીએ આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે શું કહ્યું…

  1. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નુપુર શર્માએ પોતાના નિવેદનથી દેશભરમાં લાગણી ભડકાવી છે. આજે દેશભરમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે આ મહિલા જવાબદાર છે.
  2. કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સૂર્યકાંતે ઠપકો આપતા કહ્યું કે આ મહિલા સતત બેજવાબદારીભર્યા નિવેદનો આપી રહી છે અને દાવો કરે છે કે તે 10 વર્ષથી કાયદાની પ્રેક્ટિસ કરી રહી છે. તેણે આખા દેશની માફી માંગવી જોઈએ.
  3. હવે નુપુર શર્મા રાહત માટે સુપ્રીમ કોર્ટમાં આવી છે? કોર્ટે પૂછ્યું, ‘શું તેમને ધમકીઓ મળી રહી છે કે તેમના કારણે દેશને ખતરો છે?’
  4. નૂપુર શર્માની માફીના મુદ્દા પર બે સભ્યોની બેન્ચે કહ્યું કે પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કર્યા પછી, તે નિવેદન પાછું ખેંચવામાં મોડું થઈ ગયું છે.
  5. જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે જ્યારે તમે કોઈની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ત્યારે સંબંધિત વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ કોઈનામાં એટલી હિંમત નથી કે તમને સ્પર્શી શકે. તે તમારી શક્તિ દર્શાવે છે.
  6. કોર્ટે કહ્યું કે નુપુર શર્માએ લોકોને ઉશ્કેરતા નિવેદનો આપ્યા હતા. જેના કારણે દેશમાં વાતાવરણ બગડ્યું હતું.
  7. કોર્ટે કહ્યું કે જે મામલો સબ-જ્યુડીસ છે તેના પર ટીવી ચેનલ પર દલીલ કરવા પાછળ શું કામ છે? તમે તમારા એજન્ડાને પ્રમોટ કરવા માગતા હતા?
  8. જો તમે પક્ષના પ્રવક્તા હોય તો તમને કંઈ કહેવાનું લાયસન્સ મળતું નથી. કોર્ટ તમારાથી સંતુષ્ટ નથી અને તમારે બીજો કોઈ ઉકેલ શોધવો પડશે.
  9. કોર્ટે કહ્યું કે તેણે ટીવી પર આવીને આખા દેશની માફી માંગવી જોઈએ. આ સાથે કોર્ટે નૂપુર વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસોને દિલ્હી ટ્રાન્સફર કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
  10. કોર્ટે કહ્યું કે તેમણે પોતાના નિવેદનથી દેશની સુરક્ષા માટે ખતરો ઉભો કર્યો અને તેના કારણે દેશભરમાં અશાંતિ ફેલાઈ.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">